કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજકીય આગેવાનોએ ડો.દેવેન્દ્ર શર્માને શુભેચ્છા પાઠવી.
પાટણ તા. 10
મેડિકલ નગરી પાટણ ખાતે જિલ્લા ની સૌ પ્રથમ તાજેતરમાં જ લોકસેવા અર્થે ઉઝા હાઈવે પર હાસાપુર નજીક આવેલ એપોલો કોમ્પલેક્ષ ખાતે ડો દેવેન્દ્ર શમૉ ના નવીન સાહસરૂપ “પાટણ હાર્ટ ઇન્સ્ટિટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટર” નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ અધતન હાટૅ હોસ્પિટલ ની બુધવારે ગુજરાતના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત ના રાજકીય આગેવાનો એ મુલાકાત લઈ ડો. દેવેન્દ્ર શમૉ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજકીય મહાનુભાવો ની મુલાકાત દરમિયાન ડો. દેવેન્દ્ર શમૉ, જગદીશભાઈ શમૉ સહિત પરિવારજનો
એ શાલ, મોમેન્ટ આપી અભિવાદન કરી સૌને આવકાયૉ હતા. ડો. દેવેન્દ્ર શમૉ એ હોસ્પિટલ ની ઉપલબ્ધ સુવિધા બાબતે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં ટુ-ડી ઈકો,ટીએમટી,એન્જિઓગ્રાફી,એન્જિઓપ્લાસ્ટી, કાર્ડિયાક આઈ.સી.યુ. સહિત 24 × 7 ઈમરજન્સી સેવાથી સજ્જ હોવાની જાણકારી આપી હતી.
આ હોસ્પિટલ પાટણના નાગરિકો માટે સ્વાસ્થ્યની તકલીફોના નિદાન અને ઉપચારમાં અગત્યની ભૂમિકા ભજવે તે અર્થે રાજકીય મહાનુભાવો એ શુભકામનાઓ પાઠવી હતી.આ મુલાકાત દરમિયાન અગ્રસચિવ મમતા વમૉ, ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારી, પાટણ જિલ્લા ભા.જ.પા પ્રમુખ ડો. દશરથજી ઠાકોર સહિત રાજકીય આગેવાનો,કાર્યકરો,ડોકટરો સહિત હોસ્પિટલ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.