fbpx

પાટણના ખીમિયાણા ગામે દારૂના નશામાં ધૂત બનેલા ઈસમે બે શ્વાનો ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો..

Date:

જીવદયા પ્રેમીઓ દ્રારા શ્ર્વાન ની સારવાર કરી દારૂડિયા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

પાટણ તા. 19 પાટણના ખીમિયાણા ગામે દારૂના નશામાં ધૂત બનેલા ઇસમે પોતાના ઘર આંગણામાં બેઠેલા બે શ્વાનો ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી હોવાની ધટનાને મામલે જીવદયા પ્રેમીઓ દ્રારા ગ્રામજનોને સાથે રાખીને આ મામલે પોલીસ ને જાણ કરી દારુડીયા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ ગત તારીખ ૧૮ જુલાઈને મંગળવારે બપોરના અરસામાં પાટણ નાં ખીમીયાણા ગામે હર્ષદ રમેશભાઈ પટેલ નામના યુવાને નશાની હાલતમાં પોતાના ઘરઆંગણે બેઠેલા બે શ્વાનો પર તિક્ષ્ણ હથીયાર (ધારીયુ ) વડે હુમલો કરતા બંન્ને શ્વાનો ગંભીર રીતે ઘવાયા હતા. જેની જાણ ગામનાં જીવદયા પ્રેમીઓને થતા તેઓએ આ બન્ને ઈજાગ્રસ્ત શ્વાનોને ગોતવાનો પ્રયત્ન કરતા એક ઈજાગ્રસ્ત શ્વાન મળી આવતા તેને પાટણ જીવદયા પરીવારનો સંપર્ક કરી પાટણ ખાતે લાવી સારવાર કરાવી હતી.

આ શ્વાન ખુબ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેની ખુબ લાબી સારવાર ચાલી હતી. આ બનાવને લઈ મોડી રાત્રે ગ્રામજનોએ આવા વીકૃતીથી ભરેલા માણસ દ્રારા કોઈ માનવી ઉપર ઘાતકી હુમલો કરી ન બેશે તેવા ડરથી પાટણ જીવદયા પરીવાર ને સાથે રાખી પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત દારૂડીયા શખ્સ સામે ફરીયાદ નોંધાવી આ યુવાનને શીખ મળે તેવી સજા આપવા અપીલ કરી હતી .

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

રથયાત્રાના માર્ગો પર ટ્રાફિક,રખડતા ઢોરો,ઈંડા આમલેટની લારીઓ,જર્જરિત મકાનો,વિજ વાયરો...

પાટણમાં ક્રિષ્ના ગૃપ દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવનાર ઉમેદ વારો માટે ઉપલબ્ધ બનાવાયેલી સુવિધાઓ સરાહનીય બની.

પાટણમાં ક્રિષ્ના ગૃપ દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવનાર ઉમેદ વારો માટે ઉપલબ્ધ બનાવાયેલી સુવિધાઓ સરાહનીય બની. ~ #369News

પાટણ શહેરના મહત્વ ના ગણાતા હિગળા ચાચર થી બગવાડા દરવાજા સુધી ના માગૅ ના નવીની કરણ માટે વહીવટી મંજૂરી મળી..

પાટણ શહેરના મહત્વ ના ગણાતા હિગળા ચાચર થી બગવાડા દરવાજા સુધી ના માગૅ ના નવીની કરણ માટે વહીવટી મંજૂરી મળી.. ~ #369News