fbpx

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે કમ્યુટર હાર્ડવેર પર વર્કશોપ યોજાયો…

Date:

પાટણ તા. 20 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.19 જુલાઈ ના રોજ કમ્યુટર હાર્ડવેર પર વર્કશોપ યોજાયો હતો જેમાં 30 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રીએ જણાવ્યુ કે આજના ટેકનોલોજી-સંચાલિત વિશ્વમાં કમ્પ્યુટર હાર્ડવેર, ઇન્ફોરમેશન ટેક્નોલોજી, ટેલિકોમ્યુનિકેશન્સ અને સંશોધન સહિતના વિવિધ ક્ષેત્રોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

નિષ્ણાંત ગાઈડ દ્વારા સહભાગીઓ ને કમ્યુટર હાર્ડવેરના ઘટકો,સિસ્ટમ આર્કિટેક્ચર, મુશ્કેલી નિવારણ તકનીકો અને જાળવણી પદ્ધતિઓની ઊંડાણમાં નિદર્શન કરવામાં આવી હતી. ત્યારબાદ, સહભાગીઓએ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના સોનીવાડાવિસ્તારમાં ઝટીલ બનેલી ટ્રાફિકની સમસ્યા નિવારવા લાઈન દોરીની માંગ ઉઠી…

વિસ્તારમાં નવ નિર્માણ પામેલા કોમ્પ્લેક્સોમાં પાર્કિંગની સુવિધા જ નથી.. વેપારીઓ...

સુરતના બિલ્ડરે મનોકામના પૂર્ણ થતાં મા બહુચરના ચરણે 300 ગ્રામ સોનાનો હીરાજડિત મુગટ ભેટ ધર્યો…

પાટણ તા. 19 તીર્થધામ બહુચરાજીમાં બાલા ત્રિપુરા સુંદરી બહુચર...