fbpx

જિલ્લા આરોગ્ય વિભાગની વિવિધ મુદ્દાઓને ધ્યાન મા રાખીને કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

Date:

પાટણ તા.20 જિલ્લા સેવા સદન ખાતે આરોગ્ય વિભાગના વિવિધ મુદ્દાઓને લઈને ગુરૂવારે જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.જેમાં આરોગ્યને સંલગ્ન વિવિધ મુદ્દાઓ માં થયેલ કામગીરીની જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી હતી તેમજ કામગીરને લગતા જરૂરી સુચનો પણ કર્યા હતા. PMJAY તેમજ MA વાત્સલ્ય કાર્ડ અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં શું કામગીરી કરવામાં આવી તેની વિસ્તૃત માહિતી પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા જે-તે તાલુકાના સંલગ્ન અધિકારીઓને કામગીરી અંગેની વિગતો પુછવામાં આવી હતી તેમજ જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નેશનલ ટોબેકો કંન્ટ્રોલ પ્રોગ્રામ અંગેની બેઠક મળી હતી. જેમાં જિલ્લામાં ટોબેકો વિરોધમાં શું કામગીરી કરવામાં આવી રહી છે અને શું કામગીરી કરવામાં આવી છે તેની વિસ્તૃત માહિતી જિલ્લા કલેક્ટરે મેળવી હતી.

જિલ્લા કલેક્ટરે ટોબેકો પ્રોગ્રામ અંગે વધુમાં વધુ લોકોને જાગૃત કરવા માટે સુચન કર્યું હતુ. કલેક્ટરે અધિકારીઓને સૌ પ્રથમ કચેરીથી જ શરૂઆત કરવાની વાત કરી હતી. હાલમાં નેશનલ ટોબેકો કંન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત શાળા-કોલેજમાં પણ અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંચારી બેઠક મળી હતી જેમાં કલેક્ટરએ ક્લોરિન છંટકાવ કરવા તેમજ ટેસ્ટ વધારવા અંગે સૂચન કર્યું હતુ. જ્યાં પાણી ભરાયાં હોય તેવા વિસ્તારોમાં ક્લોરિનનો છંટકાવ કરવો તેમજ મચ્છર બ્રીડિંગ આઈડેન્ટીફાઈ કરવા અંગે પણ જણાવ્યું હતુ. આજરોજ મળેલી આરોગ્ય વિભાગોની બેઠકમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, સી.ડી.એચ.ઓ વિષ્ણુભાઈ પટેલ, અધિક જિલ્લાઆરોગ્યઅધિકારી ડૉ.ડી.બી.પટેલ, તેમજ આરોગ્ય વિભાગના કર્મચચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના મહેમદપુર માં ચાર દીકરીઓએ માતાને કાંધ અને મુખાગ્નિ આપી પુત્ર ધર્મ નિભાવ્યો…

મહેમદપુર ની દીકરીઓએ સાબિત કર્યુ દીકરા- દીકરી એકસમાન… અંતિમવિધિ સમયે...

પાટણની ઐતિહાસીક ધરોહર રાણકી વાવ હિન્દુસ્તાન ની ઓળખ બની છે : ડો.કરાડ..

પાટણની ઐતિહાસીક ધરોહર રાણકી વાવ હિન્દુસ્તાન ની ઓળખ બની છે : ડો.કરાડ.. ~ #369News

પાટણ જિલ્લાના વાગડોદના જંગરાલ અને વદાણી વિસ્તાર માંથી ચોરાયેલા બે બાઇક સાથે એક શખ્સ ને પોલીસે ઉઠાવી લીધો

પાટણ જિલ્લાના વાગડોદના જંગરાલ અને વદાણી વિસ્તાર માંથી ચોરાયેલા બે બાઇક સાથે એક શખ્સ ને પોલીસે ઉઠાવી લીધો ~ #369News