fbpx

ભગવાન શ્રી પરશુરામજી ના જન્મ જયંતી પર્વને અનુલક્ષીને વિષ્ણુ યજ્ઞ કરાયો..

Date:

જગદીશ મંદિર ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્રહ્મ સમાજના યુવાનો તેમજ મહિલાઓ સહિતના બ્લડ ડોનરો એ સ્વૈચ્છાએ બ્લડ ડોનેટ કર્યું..

પાટણ તા. 21
પાટણ શહેરના જગન્નાથ મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલ શ્રી પરશુરામ ભગવાનના મંદિર પરિસર સન્મુખ શ્રી પરશુરામ જન્મ જયંતી ના પૂર્વ દિવસે શુક્રવારના રોજ વિષ્ણુ યજ્ઞનું આયોજન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિર પરિસર ખાતે વહેલી સવારે મહાપૂજા આરતી સાથે વિષ્ણુ યજ્ઞનો પ્રારંભ ભૂદેવ ના મંત્રોચાર વચ્ચે કરવામાં આવ્યો હતો.
શ્રી પરશુરામ ભગવાનના જન્મ જયંતિ મહોત્સવને અનુલક્ષીને મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા વિષ્ણુ યજ્ઞના યજમાન પદે પરેશભાઈ પટેલ, કમલેશ ભાઈ રાવલ, પ્રતિકભાઇ પટેલ,કલ્પેશભાઈ આચાર્ય, દિનેશભાઈ જોશી, હર્ષદ ભાઈ મોદી પરિવારે લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

પરશુરામ ભગવાન ની જન્મ જયંતી પ્રસંગે અનુલક્ષીને જગન્નાથ મંદિર પરીસરના હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મ સમાજના યુવાનો સહિત મહિલાઓએ પણ સ્વચ્છા એ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું. આ બ્લડ કેમ્પ માં પાટણ રેડક્રોસ બ્લડ બેન્ક સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી બ્લડ કલેકશનની કામગીરી બજાવી હતી.
પાટણ શહેરના જગન્નાથ ભગવાનના મંદિર પરિસર માં બિરાજમાન ભગવાન શ્રી પરશુરામજીના મંદિર પરિસર ખાતે આવતીકાલે તારીખ 22 મી એપ્રિલના રોજ યોજાનારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મ જયંતિ મહોત્સવને અનુલક્ષી શુક્રવારના રોજ મંદિર પરિસર ખાતે યોજાયેલ વિષ્ણુ યજ્ઞ સહિત બ્લડ ડોનેશન કેમ્પના સેવાકીય કાર્યને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, ગુજરાત બ્રહ્મ સમાજ, પાટણ જિલ્લાના પ્રમુખ અને શ્રી પરશુરામ જન્મ જયંતી મહોત્સવ સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિત સમિતિના આગેવાનો, કાર્યકરો, જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ગાયત્રી મંદિર વિસ્તારમાં એક જ રાતમાં ચાર દુકાનોનો સટર તૂટ્યા.

કરિયાણાની દુકાન અને પાર્લર માંથી રોકડ રકમ અને ચીજ...

બાલીસણા પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિ ની બેઠક મળી.

ચાંદી પુરા વાયરસ ની જાગૃતતા સાથે સરકારની આરોગ્ય લક્ષી...