google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના રિઝયોનલ સાયન્સ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાની શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ..

Date:

સિધુખીણની સંસ્કૃતિમાંથી પણ મિલેટ્સ અંગેના પુરાવા મળ્યા છે : જિલ્લા પંચાયતના પ્રમુખ…

પાટણ તા. 21 ભારતની પરંપરાગત ખેત પેદાશો શ્રી અન્ન (મિલેટ્સ)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનની હિમાયતના પગલે સયુંકત રાષ્ટ્રે વર્ષ 2023 ને “આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ” તરીકે ઉજવવાનુ નક્કી થયેલ છે. જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં શ્રી અન્ન (મિલેટ્સ) ઉજવણી થઈ રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની “મિલેટ્સ વાનગી સ્પર્ધા” નુ આયોજન આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા રિઝયોનલ સાયન્સ સેન્ટર ખાતે શુક્રવારે કરવામાં આવ્યું હતું. કાર્યક્ર્મની શરૂઆત દીપપ્રાગટય દ્વારા કરી આંગણવાડીના નાના ભૂલકાઓએ જાડા ધાન અંગે એક પાત્રિય અભિનય કર્યો હતો. યુવતીઓ દ્વારા પણ મિલેટ્સ અંગે ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

આ મિલેટ્સ અનાજમાં બાજરી, રાગી, કોદરા, રાજગરો, જુવાર વગેરેનો સમાવેશ થાય છે. તેઓને મિલેટ્સ અથવા શ્રી અન્ન કહેવામાં આવે છે. ઉપયોગથી ઘણાબધા રોગો દૂર થાય છે. આજે પાટણ જિલ્લા કક્ષાએ શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ સ્પર્ધામાં પ્રથમ નંબરે, બીજા નંબરે, ત્રીજા નંબરે આવેલ આંગણવાડી કાર્યકર્તાઓને આકર્ષક ઈનામ પણ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેને જણાવ્યું હતું કે મિલેટ્સએ આપણી પરંપરાગત વાનગીઓનો જ એક ભાગ છે આમા પોષ્ટિક તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે તેથી પ્રધાનમંત્રીના હિમાયતના પગલે સયુંકત રાષ્ટ્રે વર્ષ 2023 ને “આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ” તરીકે ઉજવવાનુ નક્કી થયેલ છે. જેના લીધે વિદેશમાં પણ પ્રાકૃત્તિક ખેતી આધારીત મિલેટ્સ વાનગીઓની માંગ વધી રહી છે. આજે કહેતા હર્ષની લાગણી થઈ રહી છે કે સિધુખીણની સંસ્કૃતિમાંથી પણ મિલેટ્સ અંગેના પુરાવા મળ્યા હતા. બરછટ ધાન્ય ઘણા જ પ્રાચીન સમયથી ઉગાડવામાં આવે છે. આમ મિલેટ્સ શક્તિવર્ધક છે તેના ઉપયોગથી બ્લડપ્રેશર, સ્ટ્રોક, કેન્સર ના જોખમો ઘટી શકે છે. આજના પ્રસંગે ICDS વિભાગ દ્વારા મિલેટ્સમાંથી સરસ મજાની વાનગી બનાવી તે બદલ હું તેમને ધન્યવાદ આપું છું.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશ્નર વ સચિવ કે.કે.નિરાલાએ જણાવ્યું હતું, પાટણમાં આંગણવાડીમાં તમામ પ્રકારની સુવિધાઓ પ્રદાન થાય તે માટે વહીવટી તંત્રને સૂચન કર્યું હતુ. પાટણ જિલ્લામાં કોઈપણ બાળક કુપોષિત ન રહે તે જોવાની જવાબદારી સરકારી તંત્રની સાથે NGO, ધાર્મિક નેતાઓ, સામાજિક સંસ્થાઓની પણ છે. તેઓ બાળકો સુપોષીત રહે તે માટેના વિચારો ફેલાવવાની સાથે તે દિશામાં કામ કરશે તો જ કાર્ય શક્ય બનશે. આમ સૌના પ્રયાસોને લીધે આપણે “સૌનો સાથ સૌનો વિકાસ” સાથે આગળ વધી શકશું.

આજે એક પણ કિશોરી કુપોષિત ના રહે તેવી જવાબદારી લેવી પડશે. ગુજરાત દરેક બાબતે અગ્રેસર છે ત્યારે બાળકો પણ કુપોષિત મુક્ત થાય એ દિશામાં કામ કરવાની ખાસ જરૂર છે. સચિવે પોતાના ભૂતકાળને પણ યાદ કરતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં કલેક્ટર તરીકે ની સારી કામગીરીના લીધે મને બેસ્ટ કલેક્ટર તરીકેનો એવોર્ડ પણ મળ્યો હતો. હવે સમાજ બાળક , કિશોરી, યુવતી, મહિલાઓ જોડે સવાંદ કરીને સુપોષિત સમાજ બનવાની દિશામાં કામ કરવાની તાકીદ જરૂર છે.

આ પ્રોગ્રામમાં જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશ્નર વ સચિવ કે.કે.નિરાલા, પાટણ કલેકટર અરવિંદ વિજયન ,જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ, રોટરી ક્લબના પ્રમુખ શોઢાજી તેમજ તેમની ટીમ, રીજીઓનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી , સંગઠનનાં હોદ્દેદારો ડો. દશરથજી, ભાવેશભાઈ, ICDS અઘિકારી ગૌરીબેન સોલંકી, ઉર્મિલાબેન પટેલ તેમજ જિલ્લાના ઉચ્ચ અઘિકારીઓ તથા બહોળી સંખ્યામાં આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ રોટરેકટ કલબ દ્વારા સતત ૧૫ મા વર્ષે પણ રણકાર ૨૦૨૩ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું…

નવરાત્રી મહોત્સવના આયોજનની રૂપરેખા આપવા પત્રકાર પરિષદ યોજાઈ..પાટણ તા....