પાટણ તા. 22 સિધ્ધપુર નગરપાલિકામાં સમાવિષ્ટ રાજપુર વોર્ડ નં 2નીચાર બેઠકો રાજીનામાના કારણે ખાલી પડેલ હોય જેની આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે ફોર્મ ભરવાના શનિવારે છેલ્લા દિવસે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ભાજપના હોદ્દેદારોને ઉપસ્થિત રાખી ભાજપના ઉમેદવારોને પ્રાંત ઓફિસર સંકેત પટેલ સમક્ષ રજૂ કરી તેમના ઉમેદવારી ફોર્મ જમા કરાવી તેમની સાથે અન્ય ચાર ઉમેદવારના ડમી ફોર્મ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
ફોર્મ ભર્યા બાદ પત્રકારોને સંબોધતા બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ઉપરોક્ત ચારેય સીટો મોટી લીડથી ભારતીય જનતા પાર્ટી ના જ ઉમેદવારો જીતશે તેમ જણાવ્યું હતું.