fbpx

પાટણ નગરપાલિકા દ્વારા પ્રિ – મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરના 21 વિસ્તારોની સ્ટ્રોંમ વોટર લાઈનોની સફાઈ કરવામાં આવી.

Date:

પાટણ તા. 10
પાટણ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરના જુદા જુદા 21 જેટલા વિસ્તારોમાં સર્જાતિ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ને દૂર કરવા સ્ટ્રોમ વોટરની જૂની લાઈનોની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો આ સફાઇ કરવામાં આવેલ સ્ટ્રોંમ વોટર ની લાઈનો સુવ્ય વસ્થિત રીતે સાફ થઈ છે કે નહીં તે ચેક કરવા ટૂંક સમયમાં પાણીનું પ્રેસર મારી તપાસ કરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા 21 જેટલા વિસ્તારોની સ્ટ્રોંમ વોટર લાઈનોની પ્રી-મોનસૂનની કામગીરી અંતર્ગત ઉપરોક્ત 21 સ્ટ્રોંમ વોટર લાઈનોની સફાઈ કરવામાં આવી છે જેમાં ધના વાડા છાપરાથીબી.ડી.હાઈસ્કુલતરફ, શુભમ કૈનાલથી આંબેડકર ચોકથી અંબિકા સોસાયટી તરફ, ત્રિશેરીયું સાલવીવાડાથી નાગર લીમડી થઈ ખોખરવાડા અઘારાદરવાજા, રળીયાત નગર થી આદર્શ હાઈસ્કુલ કોટ તરફની લાઈન, સિધ્ધરાજ નગરથી વી. કે. ભુલા પાછળ (ડાયમંડ માર્કેટ) લાઈન,પ્રથમ રેલ્વે ગરનાળાથી બી. એમ. હાઈસ્કુલ તરફ થઈ આનંદ સરોવર સુધીની લાઈન, વી.કે.ભુલાથી ખાડીયા સુધી ની લાઈન, દેવકુટીર થી કાળકા રોડ ઉપરની લાઈન, ડીસા રોડ ઉપર ગજાનંદ સોસાયટી ની લાઈન,અંબાજી નેળીયામાં આવેલ પંચમુખી કોમ્પ્લેક્ષથી સારથી નગર ચોકસુધી ની લાઈન, દેવધામથી નવિન કાળકા મંદિર સુધીની લાઈન, હાંસાપુર ગામના ચોકથી ઉંઝા પાટણ હાઈવે સુધી ની લાઈન, પીતાંબર રેલ્વે નાળાથી પીતાંબર તળાવ તરફ ની લાઈન, ખાડીયા શોપીંગ સેન્ટ૨ થી શ્રધ્ધા ફલેટ આગળ બળીયા હનુમાન સુધી ની લાઈન, વેરાઈ ચકલા વેરાઈ માતાના મંદિર ચોક થઈ છીડીયા દરવાજા થઈ છબીલા હનુમાન ચોક સુધીની લાઈન, દેવાંશી રેલ્વે ફાટક પાસેથી રાજવી બંગ્લોઝ થઈ સોનલ પાર્ક પાસેથી પાંજરા પોળ સુધીની લાઈન, કર્મભૂમિ રોડ ઉપરની લાઈન, જુની જનતા હોસ્પીટલ થઈ ખાલકપુરા થઈ ફીલટર પ્લાન પાસેની લાઈન, કૃષ્ણા સિનેમા થઈ રસણીયાવાડો થી સાગોટાની શેરી સુધીની લાઈન ની સફાઈ કામગીરી પૂર્ણ કરી ટુક સમયમાં તેને પાણી નું પ્રેસર મારી ચેક કરવામાં આવનાર હોવાનું પાલીકા પ્રમુખે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

બીપોરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા પાટણ તાલુકાના 16 ગામના 457 લોકોને રૂ. 75,400 ની કેશ ડોલ ચુકવવામાં આવી..

બીપોરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા પાટણ તાલુકાના 16 ગામના 457 લોકોને રૂ. 75,400 ની કેશ ડોલ ચુકવવામાં આવી.. ~ #369News

પાટણ એલસીબી ટીમે ત્રણેક માસ પહેલા હિંમતનગર આંગડીયા લુંટને અંજામ આપનાર આરોપીને મુદામાલ સાથે દબોચ્યો.

લુંટમાં ગયેલ ચાંદીના દાગીના સાથે ઝડપાયેલ આરોપીને હિમતનગર પોલીસ...

પાટણના જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન મા શરૂ કરાયું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર…

PBSC યોજનાથી ઘરેલુ હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને...