fbpx

પાટણના ઝઝામ ગામે વીજળી પડતા ગાય અને ભેંસના મોત નીપજીયા..

Date:

ખેડૂતે પશુમૃત્યુ ની જાણ તંત્રને કરી પશુમૃત્યુની સહાયની માંગ કરી..

પાટણ તા. 22 હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઝરમર ઝરમર અને છુટા છવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર ના ઝઝામ ગામે છગનભાઈ નામના ખેડૂત ના ખેતરમાં બાંધેલ ગાય અને ભેસ ઉપર મોડી રાત્રે વિજળી પડતાં બને પશુઓનાં મોત નિપજતા પશુપાલક પર અણધારી આકાશી આફત આવી પડતાં સરકાર દ્વારા તાત્કાલિક પશુ મૃત્યુ સહાય મળે તે માટે તંત્રને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા બે દિવસથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ક્યાંક ક્યાંક રીમઝીમ રીમઝીમ અને ક્યાંક ક્યાંક મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવવા પામી છે તો પાટણ જિલ્લાના સમી સાંતલપુર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી અવિરતપણે વરસી રહેલા વરસાદના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વર પોલીસે ચોરીના મુદામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા..

પાટણ તા. ૧૬શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલ ચોરીની ફરિયાદના...