fbpx

પાટણ જૂનાગંજ બજાર સ્થિત વેપારી સહાય હનુમાન મંદિર તરીકે પ્રચલિત બનેલ મંદિર નું રિનોવેશન કામ શરૂ કરાયું.

Date:

100 વર્ષ જુના હનુમાન મંદિરના રિનોવેશન કામ દરમ્યાન શનિદેવ ની પણ સ્થાપના કરાશે.

રિનોવેશન કામમાં તમામ વેપારીઓ સહિત હનુમાન ભક્તોને સહયોગી બનવા અપીલ..

પાટણ તા. 21 ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તજનોની આસ્થાના પ્રતીક સમાન શોભાયમાન બની રહ્યા છે.ત્યારે પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારમાં આવેલા 100 વર્ષથી પણ જુના ઐતિહાસિક શ્રી જુનાગંજ હનુમાન દાદા મંદિર કે જેને પાટણના નગરજનો વેપારી સહાય હનુમાન મંદિર તરીકે ઓળખે છે જે મંદિર મા દર શનિવારે તેમજ હનુમાન જયંતિ સહિત ના ધાર્મિક ઉત્સવોની શ્રી જુનાગંજ બજારના વેપારી પરિવાર દ્વારા ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. તો દર નવરાત્રી એ હવન યજ્ઞ સહિત લોકડાયરા નું પણ આયોજન કરાઈ છે. શ્રી જૂનાગંજ હનુમાન દાદા મંદિર પરિસર સમય કાળે જર્જરીત બનતા શ્રી જુનાગંજ બજાર ના તમામ વેપારીઓના સહકારથી હાલમાં મંદિર નું રિનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું છે.

પાટણ શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં આવેલા શ્રી હનુમાનજી દાદાના સાનિધ્યમાં પાટણના અનેક કલાકારોએ ભજન ભક્તિ કરી આજે દેશ-વિદેશની ધરતી પર પોતાના કલા ના કામણ પાથર્યા છે ત્યારે હાલમાં આ મંદિર પરિસરના ચાલી રહેલા રિનોવેશન કામને લઈ જૂનાગંજ ના વેપારી મિત્રો સહિત હનુમાન ભક્તોને તન મન અને ધન થી સહયોગી બનવા જૂના ગંજ બજાર ના અગ્રણી વેપારી હેમંતભાઈ તન્ના, મહાસુખભાઈ મોદી, કેશવ લાલ ઠક્કર, હસમુખભાઈ પટેલ સહિતના તમામ વેપારીઓએ અપીલ કરી છે. આ મંદિર નિર્માણના રીનોવેશન કામ દરમ્યાન મંદિર પરિસર ખાતે શ્રી શનિદેવ ની પણ સ્થાપના કરનાર હોવાનું પાટણના જાણીતા સ્થપથી અને રિનોવેશન ની કામગીરી કરી રહેલા સોમપુરા પરિવારના ભાર્ગવભાઈ એ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

મહિલાઓને આત્મ નિભૅર બનાવવાના ઉદેશ સાથે મહિલાઓ ને ગૃહ ઉદ્યોગનું માગૅદશૅન આપી વગર વ્યાજની લોન અપાય..

#મહિલાઓને #આત્મ નિભૅર બનાવવાના ઉદેશ સાથે મહિલાઓ ને #ગૃહ ઉદ્યોગનું માગૅદશૅન આપી વગર વ્યાજની લોન અપાય.. ~ #369News

સિધ્ધપુર શહેર સહિત તાલુકાના 17 ગામોમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાયો..

આંગણવાડીઓના ભૂલકા ઓને શણગારેલી રીક્ષા અને eeco ગાડીમાં ફેરવવામાં...

પાટણના મિલકત ધારકો એડવાન્સ વેરો ભરવા માટે જાગૃત બન્યા..

પાટણના મિલકત ધારકો એડવાન્સ વેરો ભરવા માટે જાગૃત બન્યા.. ~ #369News