દશા અવતારના દાતા પરિવારો સહિત ટ્રસ્ટીગણ, સમિતિ સભ્યો અને સમાજના ,આગેવાનોએ ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાવી..
પાટણ તા. 23 પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર પાછળ આવેલા શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર અને શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિના સભ્યો દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે આ વિકાસ કામોમાં મોરપીંછ સમાન બની રહેનાર દશા અવતાર જેમાં રામ અવતાર, કૃષ્ણ અવતાર,નૃસિંહ અવતાર, મત્સ્ય અવતાર, વામન અવતાર, બુધ્ધ અવતાર, કલ્કી અવતાર, પરશુરામ અવતાર અને વરાહ અવતાર ની પ્રતિમાઓ સ્થાપિત કરવા સમાજના 10 દાતા પરિવારો દ્વારા ઉદાર હાથે સખાવત આપી આ દશા અવતાર ની પ્રતિમાઓને પ્રસ્થાપિત કરવામાં આવનાર છે.
રવિવારના પવિત્ર દિવસે દશા અવતાર ના 10 દાતા પરિવારોના વરદ હસ્તે અને ભૂદેવો ના શાસ્ત્રોત મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ પવિત્ર પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિના સભ્યો, સમાજના આગેવાનો , યુવાનો તેમજ દશા અવતારના દસ દાતા પરિવારજનોએ ઉપસ્થિત રહી ખાતમુહૂર્તની ધાર્મિક વિધિમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી