fbpx

પાટણમાં જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ..

Date:

પાટણ તા. ૨૫
તહેવારો પાછળ પારીવારીક ભાવના અને પ્રાચીન પ્રણાલી આજે પણ અકબંધ જોવા મળી રહી છે . સમગ્ર વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા પાટણ ના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે . તો પાટણ ના ઓતિયા- પ્રજાપતિ પરિવાર દ્વારા માનતાના કાનુડા માટે પાટલા ઉપર માટીના કાનુડા બનાવવાની કામગીરીને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યો છે.

કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વને અનુલક્ષીને પાટણમાં પ્રાચીનકાળથી પરીવારોમાં પુત્ર જન્મની ખુશીમાં તેમજ કેટલાક પરીવારોમાં હરખના કાનુડાઓની મૂર્તિ ઘરે લાવી તેની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને ભજન કીર્તન કરવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમી પર્વને લઈ ઓતીયા- પ્રજાપતિ કારીગરો દ્વારા પરીવાર માં ઉજવાતા બાધા માનતાના કાનુડા માટે પાટલા ઉપર માટીના કાનુડા બનાવવાની કામગીરીને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહયું છે

શહેરના વિવિધ વિસ્તારો માં પુત્ર જન્મ ની ખુશી તેમજ બાધા માનતાને લઈ પરીવારજનો પાટલા ઉપર માટીના કાનુડાને પધરાવી તેની વિશેષ પૂજા અર્ચના કરશે તો મહિલાઓ કાનુડાના ગરબે ઘુમી કૃષ્ણ ભક્તિ માં લીન બનશે. શ્રાવણ વદ નોમના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાટલા ઉપર પધરાવેલા કાનુડાની માટીની મૂર્તિઓને વાજતે ગાજતે જળમાં પધરાવી હરખના કાનુડા ઉત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે.આમ જન્માષ્ટમી પર્વને વધાવવા બાધા માનતા અને હરખના કાનુડાની પધરામણી કરવા પરીવારજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતીના વઘાસર ગામે થયેલ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી એલસીબી ટીમ..

ચોરીમા ગયેલ કેબલ વાયર સાથે ઇસમને ઝડપી કાયૅવાહી હાથ...

શ્રી વરાણા ના ખોડીયાર માતાજીના ૧૫ દિવસ ચાલેલા મહા મેળા નું હવન યજ્ઞ સાથે સમાપન કરાયું..

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ હવન યજ્ઞ યોજી માતાજીના...

પાટણ ઉડાન વિદ્યાલય દ્વારા કારગિલ વિજ્ય દિવસ ની અનોખી રીતે ઉજવણી કરાઈ…

શાળાના ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકોએ આર્મી જવાનોના...

હારીજ કુરેજાની મુખ્ય કેનાલમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ…

સ્થાનિક તરવૈયાઓએ મહિલાની શોધ ખોળ હાથ ધરી : પરિવારજનોમાં...