fbpx

શંખેશ્વર ના પાડલા ગામે જૂની અદાવતમાં બે સગા ભાઈઓએ એક ઈસમનું ઢીમ ઢાળી દીધું..

Date:

મૃતક ના ભાઈ ની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા..

એક જ કોમના ઇસમો વચ્ચે સર્જાયેલી ઘટનાના પગલે પાડલા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો..

પાટણ તા. 24 પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે જૂની અદાવતમાં એક જ કોમના ઈસમો વચ્ચે ચાલી આવતી દુશ્મનીએ આજે એક એકમનો ભોગ લીધો હોય જે બાબતની શંખેશ્વર પોલીસે ઇ.પી.કો.કલમ-૩૦૨,૩૪,૧૧૪ તથા જી.પી.એક્સ. કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે શંખેશ્વર પોલીસ તરફથી મળતી હકીકત મુજબ શંખેશ્વર તાલુકાના પાડલા ગામે રહેતા ઇલીયાસ ભટ્ટીને આજથી છ માસ પૂર્વે આજ ગામના સરફરાજખાન ભટ્ટીની સાથે કોઈ કારણસર ઝગડો થયેલ જે ઝગડામાં ઈલીયાસ ભટ્ટી એ સરફારજખાન ભટ્ટી ઉપર ફાયરીંગ કરેલ અને જે કેસમાં પોલીસે ઇલીયાસભાઇ અટક કરી જેલ હવાલે કર્યો હતો ત્યારબાદ તેને જામીન મળતા તે જામીન પર મુકત થયો હતો ત્યારે અગાઉ થયેલ મારામારી ની અદાવત રાખી સોમવારે ઇલીયાસ ઉર્ફે ઇલુ પુંજુમીયા ભટ્ટી પોતાનું મોટર સાયકલ નંબર GJ.24.AE,5094 લઇને શંખેશ્વર ખાતે પોતાની માતા સારૂ કેળા લેવા ગયેલ હતા અને શંખેશ્વરથી કેળા લઇ પોતાનુ મો.સા લઇને પરત પાડલા ગામે આવતા હતા,

તે દરમ્યાન પાડલા થી શંખેશ્વર જતા રોડ પર ઈલીયાસ ની રાહ જોઈ બેઠેલા સરફરાજખાન ઉર્ફે સકુ કાલુમીયા ભટ્ટી અને તેના ભાઈ સલીમ કાલુમીયા ભટ્ટી એ તેમનો ઇરાદો પાર પાડવા સારૂ પોતાનુ ટ્રેકટર નંબર GJ.24.K.9354 ચલાવી ટ્રેકટરથી ઈલીયાસ ના બાઈકને ટકકર મારી તેને નીચે પાડી દઇ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા મારી ગંભીર ઇજા કરી તેનું મોત નિપજાવતા અને આ બનાવની મૃતક ઈલીયાસ ભટ્ટી ના ભાઈ દ્રારા શંખેશ્વર પોલીસ મથકે જાણ કરી સરફરાજખાન ભટ્ટી અને તેના ભાઈ સલીમ ભટ્ટી વિરૂધ્ધ ખુન નો ગુનો નોંધાવતાં શંખેશ્વર પીઆઈ ડી. ડી. ચૌધરીએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.બનાવના પગલે શંખેશ્વર તાલુકાના પાડલા ગામે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં 28679 હેકટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરાયુ..

પાટણ તા. ૨૪પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે 28679 હેક્ટર વિસ્તારમાં...