google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

SBIના લાખો ગ્રાહકો ધ્યાન આપે: 30 જૂનથી બદલાઈ જશે બેંકના નિયમ, નોટ કરી લો તારીખ

Date:

એસબીઆઈમાં એકાઉન્ટ ધરાવતા લાખો ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. જો તમે પણ દેશની સરકારી બેંકમાં ખાતું ખોલાવ્યું છે, તો 30 જૂનની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી બેંક મહત્વપૂર્ણ નિયમો બદલવા જઈ રહી છે, જેનાથી દેશના કરોડો ગ્રાહકોને અસર થશે

State Bank Of India: એસબીઆઈમાં એકાઉન્ટ (SBI Account) ધરાવતા લાખો ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. જો તમે પણ દેશની સરકારી બેંક (Government Bank)માં ખાતું ખોલાવ્યું છે, તો 30 જૂનની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી બેંક મહત્વપૂર્ણ નિયમો (Bank locker rules) બદલવા જઈ રહી છે, જેનાથી દેશના લાખો ગ્રાહકોને અસર થશે. એસબીઆઈ (SBI) એ પોતાના ઓફિશિયલ ટ્વીટ પર આ અંગેની માહિતી આપી છે.

બેંકે જારી કરી એડવાઈઝરી

આપને જણાવી દઈએ કે, સ્ટેટ બેંક 30 જૂનથી બેંક લોકર અંગેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંકે એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું છે કે, તે ઈન્ટરનેટ પર લોકર ધારકોને 30 જૂન, 2023 સુધીમાં રિવાઈઝ્ડ લોકર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા અપીલ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી બેંક સતત આ અંગે એડવાઈઝરી જારી કરી રહી છે.

SBI એ કરી ટ્વીટ

બેંકે ગ્રાહકોને જલદી લોકર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા અપીલ કરી છે. એસબીઆઈ (SBI) એ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે ડિયર કસ્ટમર, રિવાઈઝ્ડ લોકર એગ્રીમેન્ટના સેટલમેન્ટ માટે કૃપા કરીને તમારી શાખાની મુલાકાત લો. જો તમે પહેલેથી જ અપડેટ કરેલ એગ્રીમેન્ટ પર સાઈન કરી છે, તો તમારે હજુ પણ સપ્લીમેન્ટ્રી એગ્રીમેન્ટને અમલમાં મૂકવાની જરૂર છે.

બેંક ઓફ બરોડા પણ ગ્રાહકો પાસેથી માગ કરી રહી છે

SBI ઉપરાંત બેંક ઓફ બરોડાના ગ્રાહકોને પણ નિયત તારીખ સુધીમાં રિવાઈઝ્ડ લોકર એગ્રીમેન્ટ્સ પર સિગ્નેચર કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

આરબીઆઈએ ગ્રાહકોને અપીલ કરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ગ્રાહકોને અપીલ કરી છે કે, 23 જાન્યુઆરી 2023ના રોજ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. આ સર્ક્યુલર મુજબ તમામ બેંકોએ લોકર સંબંધિત નિયમો અને કરારો વિશે માહિતી આપવાની રહેશે. તેની સાથે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે 50 ટકા ગ્રાહક કરાર 30 જૂન સુધીમાં અને 75 ટકા 30 સપ્ટેમ્બર સુધીમાં સુધારવાના રહેશે.

ગ્રાહકોને મળશે વળતર

સુધારેલા નિયમો મુજબ, જો આગ, ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, બેંકની બેદરકારી અથવા તેના કર્મચારીઓ તરફથી કોઈપણ પ્રકારની ઘટના બને છે, તો બેંક તરફથી વળતર આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ વળતર લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા જેટલું હશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સીટી એ ડીવી. પોલીસે છેતરપીંડી અને ઠગાઇના ગુનાના કામનો 19 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપ્યો..

પાટણ સીટી એ ડીવી. પોલીસે છેતરપીંડી અને ઠગાઇના ગુનાના કામનો 19 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપ્યો.. ~ #369News

પાટણની બી.ડી. હાઈસ્કૂલ અને સુરમ્ય બાલવાટિકા ખાતે 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.

પાટણની બી.ડી. હાઈસ્કૂલ અને સુરમ્ય બાલવાટિકા ખાતે 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ~ #369News