પાટણ જિલ્લા પંચાયત નું વર્ષ 23-24 નું રૂ.199.15 કરોડની પુરાત વાળું બજેટ સવૉનુમતે મંજૂર કરાયું..
વિપક્ષના નેતા એ શાશકો ને વિવિધ મુદ્દે આડે હાથ લેતા સામાન્ય સભા સ્તબ્ધ બની..
પાટણ તા. 29
પાટણ જિલ્લા પંચાયત ના હોલ ખાતે બુધવારના રોજ વર્ષ 2022 23 નું સુધારે બજેટ તેમજ વર્ષ 2023 24 ના બજેટને લઈને જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી જે બેઠકમાં વર્ષ 2022 23 ના સુધારેલા બજેટ મામલે વિપક્ષના સભ્યોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જ્યારે વર્ષ 2023 24 ના બજેટ ને વિપક્ષની મંજૂરી સાથે સવૉનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે સ્વર્ણિમ હોલમાં મળેલી બજેટ લક્ષી સામાન્ય સભામાં ગઢસ સભાના કામોને બહાલી આપવાની બાબતને લઈને વિપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા શાસક પક્ષને આડેહાથ લેતા જિલ્લા વિકાસ અધિકારીએ મધ્યસ્થ બની વિપક્ષના નેતા અશ્વિન પટેલને તેમના પ્રશ્નો બાબતે યોગ્ય નિકાલની હૈયાધારણા આપી શાંત કરી સામાન્ય સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ સામાન્ય સભામાં કુલ 46 પ્રશ્નો પૈકી 18 પ્રશ્નો વિપક્ષના રજૂ કરાતા તમામ પ્રશ્નો બાબતે વિચાર વિમર્શ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.
પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મુખ્યત્વે જિલ્લા પંચાયત પાટણનું સને 2023-24 નું રૂપિયા 199.15 કરોડની પુરાત વાળું વાર્ષિક અંદાજપત્ર સવૉનુમતે મંજુર કરવામાં આવેલ હતું.તો પાટણ જિલ્લો ભૌગોલિક રીતે પ્રતિકુળ પરિસ્થિતિ વાળો હોય અને વિકાસ ઝંખતો જિલ્લો છે.
આગામી વર્ષમાં રાજય અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ, 15 મું નાણા પંચ, સ્વભંડોળનાસમન્વયથી પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રસ્તા, પાણી ગટર, સિંચાઇ, અને સફાઇ જેવી પાયાની સુવિધાઓ જિલ્લા વાસીઓને પુરી પાડવા આયોજન કરવામાં આવેલ છે. શિક્ષણ ક્ષેત્રમાં શાળા અને આંગણવાડી
ઓના બાળકોની સુવિધામાં વધારો કરવાનું આયોજન આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે.
જિલ્લામાં કોઇ મોટા ઉધોગો નથી. જેથી જિલ્લા પંચાયતના સ્વ ભંડોળની આવક બહુ જ મર્યાદિત છે આ મર્યાદિત આવકમાંથી જિલ્લાના તમામ વાસીઓ માટે વષૅ 2023-24ના આ સુચિત અંદાજપત્રમાં 1438.52 કરોડની આવક સામે રૂ. 199.15 કરોડની પુરાંત વાળુ બજેટ તૈયાર કરવામાં આવેલ જેમા મહત્વના એવા સમાજ કલ્યાણ ક્ષેત્રમાં સ્વભંડોળમાંથી 68 લાખ, સિંચાઇ ક્ષેતરમાં 75 લાખ, બાંધકામ ક્ષેત્રમાં 89 લાખ ની સાથે સાથે રેતી કંકરની ગ્રાન્ટ માંથી 2 કરોડથી પણ વધુના જિલ્લાના વિકાસ કામો કરવાનો અંદાજ રાખવામાં આવેલ છે.
ખેડુતો અને પશુપાલનો ની આર્થિક પ્રગતિ થાય તેવું આયોજન પણ આ બજેટમાં સમાવેશ કરી લેવામાં આવેલ છે.પાટણ જીલ્લાની જુદી જુદી ગ્રામ પંચાયતોમાં રૂા.409 લાખના ખર્ચે સીસી રોડ રસ્તા, પેવર બ્લોક, સી.સી.ટીવી કેમેરા, પીવાના પાણી માટે આર.ઓ એલ.ઇ.ડી લાઇટો તેમજ જિલ્લાની શાળાઓમાં રૂા.2.05
કરોડના ખર્ચે આધુનિક સ્માર્ટ કલાસ બનાવવાનું આ બજેટમાં અંદાજવામાં આવેલ છે.
જિલ્લાનાં વિકાસનાં તમામ ક્ષેત્રોને આવરી લેતી જોગવાઈ અંદાજપત્રમાં રાખવામાં આવેલ છે. આ વિકાસલક્ષી અંદાજપત્રને આવકારીને તેમજ સર્વાનુમતે મંજુર કરીને સૌના સાથ અને સૌના વિકાસમાં સૌ સહભાગી બન્યા હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી બેન મકવાણા એ જણાવ્યું હતું.
બેઠકમાં બજેટ ઉપરાંત પાટણ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસા તા.સરસ્વતી અને પ્રા.આ.કેન્દ્ર મુજપુર તા.શંખેશ્વરને અપગ્રેડ કરી સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવેલ હતું આ બંને પ્રા.આ.કેન્દ્રો ની ખુલ્લી જમીન તેમજ મકાન અને સાધનસામગ્રી રાજય સરકારને સુપ્રત કરવા અને કાંસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને મોટા નાયતા તા.શંખેશ્વર અને મુજપુર પ્રા.આ.કેન્દ્રને મોટીચંદુર ખેસડવા સવૉનુમતે બહાલી આપવામાં આવેલ.
આ સાથે સિધ્ધપુર તાલુકામાં રાજય સરકાર દ્રારા કલ્યાણા ગામે નવિન સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરસ્વતી તાલુકાના ચારુપ ગામે તેમજ ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે નવિન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને કાર્યન્વીત કરવા આજની બેઠકમાં બહાલી આપવામાં આવેલ હતી.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજનાનું વર્ષ 2022-23 નું બજેટ મામલે વિપક્ષે વાંધો દશૉવ્યો હતો જયારે વર્ષ.2023-24 નું બજેટ વિપક્ષ ની સંમતિ સાથે સવૉનુમતે મંજુર કરવામાં આવેલ. તેમજ 15 મા નાણાપંચના કામોની ચોકકસ સ્થળ સ્થિતી ની મંજુરી આપવામાં આવેલ. બેઠકમાં અધ્ય સ્થાનેથી પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ (અનુ.જાતિ અને અનુ.જન જાતિ) ને માન્યતા આપવામાં આવેલ હતી.
પાટણ જિલ્લા પંચાયત ની બજેટ લક્ષી મળેલ આ સામાન્ય સભા મા જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી બેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી સહિત શાશક, વિપક્ષના સભ્યો અને વિવિધ વિભાગના અધિકારીઓ, કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.