google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

લાયન્સ – લીઓ ક્લબ ઓફ પાટણના સેવા કેમ્પનો 20 હજાર થી વધુ પદયાત્રીઓએ લાભ લીધો..

Date:

ડિસ્ટ્રિક્ટ ગવર્નર સહિતના મહાનુભાવો એ સેવા કેમ્પની સેવાઓને બિરદાવી..

પાટણ તા. 28 લાયન્સ-લીઓ ક્લબ ઓફ પાટણ દ્વાર સ્વ. દર્શીલ આર. ઠક્કર પરિવાર તથા તાલુકા આરોગ્ય કચેરી, પાટણ ના સહયોગ થી અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે કમલીવાડા નજીક કાયૅરત કરાયેલા અંબાજી પદયાત્રીઓ માટે ના સેવા કેમ્પ નો 20 હજારથી વધુ પદયાત્રીઓ એ લાભ લઈ સેવા કેમ્પ ની સેવા ને સરાહી હતી. કલબ દ્રારા આયોજિત આ સેવા કેમ્પ દરમ્યાન 1200 કિલો લાઇવ ખમણ,50 કિલો ગાંઠિયા, 200 લીટર ચા-કોફી, 6000 લીટર મિનરલ વોટર તથા જથ્થાબંધ દવાઓ અને વિસામાનો લાભ અંદાજિત યાત્રાળુઓ દ્વારા લેવામાં આવ્યો હતો.

3 દિવસ માટે આયોજિત કરવામાં આવેલા સેવા કેમ્પ માં લાયન્સ પ્રમુખ પ્રગ્નેશ પટેલ, મંત્રી લાયન મૌલિક ઠક્કર, ખજાનચી લાયન ભદ્રેશ મોદી, લીઓ પ્રમુખ મેહુલ પ્રજાપતિ, મંત્રી લીઓ કુણાલ પટેલ, ખજાનચી લીઓ ધ્રુવ અધ્યારુ, પ્રોજેક્ટ ચેરમેન,પૂર્વ પ્રમુખ, કારોબારી સભ્યો, બોર્ડના સભ્યો સહિત અંદાજીત 70 જેટલા લાયન્સ પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી સેવા બજાવી હતી.

સેવા કેમ્પ ના સમાપન પ્રસંગે ડીસ્ટ્રિક ગવર્નર ભાવનાબેન ત્રિવેદી, કેબિનેટ સેક્રટરી જે.બી. રાવ,કેબિનેટ ટ્રેઝરર નિશાબેન ત્રિવેદી,અંબાજી પદયાત્રી કેમ્પના ડી.સી. મુલચંદભાઈ ખત્રી, રીજીયન 1 ના ચેરમેન સેવંતીબેન જૈન, GMT કોર્ડીનેટર સુદામણીબેન પટેલ ઉપરાંત ઝોન ચેરમેન લા.જેસંગભાઈ ચૌધરીએ કેમ્પની મુલાકાત લઈ સર્ટિફિકેટ તથા ટ્રોફી થી લાયન્સ ક્લબને સન્માનિત કર્યા હતા અને આવા સુંદર પ્રોજેક્ટની નોંધ લઈ સમગ્ર ડિસ્ટ્રિક્ટ ની ટીમે અભિનંદન પાઠવ્યા હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રૂ. 2 કરોડના અંદાજીત ખર્ચ સાથે પાટણ પાલિકાના જર્જરીત જુનાબિલ્ડીંગ ને નવ્ય ભવ્ય બનાવવા આયોજન..

પાટણ તા. 10પાટણ નગરપાલિકાનું હાલનું નવું બિલ્ડીંગ પૂર્વ પ્રમુખ...

પાટણમાં પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે પાટણ સમીપ નું રિજિયોનલ સાયન્સ સેન્ટર…

માત્ર બે વર્ષના ટૂંકા સમય ગાળામાં ૧૦.૨૫ લાખ મુલાકાતીઓએ...