મકાનની દીવાલોમાં, ઘર આગણા માં ઈયળો ઝુડના ઝુડ આવી જતા રહીશો પરેશાન…
પાટણ તા. 27 પાટણમાં ચોમાસુ વરસાદની શરૂઆતથી દર વર્ષે ચુડવેલ નામની ઈયળોનો ઉપદ્રવ વધતો હોય છે. ત્યારે પાટણ શહેર ના વિસ્તારોમાં ઘરની અંદર રસોડામાં તેમજ દીવાલો ઉપર આ ચુડવેલ નામની ઈયળો આવી જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત માંજ આ ચુડવેલ નામની ઈયળ નો ઉપદ્રવ જોવા મળતા આગામી દિવસોમાં આ ઉપદ્રવ વધવાની શક્યતા સેવાઈ રહી છે.
પાટણ શહેર ના ખાલકશાપીર રોડ પર આવેલી 5 જેટલી સોસાયટીમાં ચૂડવેલ નામની ઇયળનો ઉપદ્રવ વધ્યો છે. જેમાં જય બગલોઝ ,સેવન વિહાર, ઝીલ સહિત ની સોસાયટીઓના મકાનોમાં અને ઘર આંગણામાં અને મકાનોમાં ચૂડવેલના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.રહીશો આ ચૂડવેલના ઉપદ્રવથી મુક્તિ મળે તે માટે તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.