fbpx

પાટણ પાલિકા ની જન્મ મરણ અને લગ્ન નોધણી શાખા માં તા.1 જાન્યુઆરી થી તા.18 જુન સુધીમાં જન્મદર 4000 , મૃત્યુ દર 800 અને લગ્ન દર 600 નોંધાયાં..

Date:

પાટણ તા. ૧૯
પાટણ નગરપાલિકાની જન્મ મરણ અને લગ્ન નોંધણી શાખામાં તા.1 જાન્યુઆરી થી તા.18 જુન સુધીના સમય દરમ્યાન કુલ જન્મ દરની નોંધણી 4000, કુલ મૃત્યુ દરની નોંધણી 800 અને કુલ લગ્ન દરની નોંધણી 600 થઈ હોવાનું શાખા અધિકારી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકાની જન્મ મરણ અને લગ્ન નોંધણી શાખામાં જાન્યુઆરી માસમાં જન્મદર 870 ફેબ્રુઆરી માં 895 માર્ચમાં 694 એપ્રિલમાં 713 મેં મા 679 અને તારીખ 18 જૂન સુધીમાં 149 જન્મ દર ની નોધણી સાથે કુલ 4000 જન્મ દરની નોંધણી કરવામાં આવી છે.

તો મૃત્યુ દરમાં જાન્યુઆરીમાં 143 ફેબ્રુઆરીમાં 141 માર્ચ માં 136 એપ્રિલમાં 133 મેં મા 165 અને તા.18 જુન સુધીના સમયમાં 82 મૃત્યુ દરની નોંધણી સાથે કુલ 800 મૃત્યુ દરની નોંધણી કરવામાં આવી છે.

જયારે લગ્ન નોંધણી મા જાન્યુઆરીમાં 122 ફેબ્રુઆરીમાં 112 માર્ચમાં 131 એપ્રિલમાં 105 મેંમાં 98 અને તા.18 જુન સુધી મા 32 મળી કુલ 600 લગ્ન ની નોધણી કરવામાં આવી હોવાની આકડાકીય માહિતી શાખા અધિકારી દ્વારા આપવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં અતિરુદ્ર મહાયજ્ઞ નો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ..

ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડો.લંકેશ બાપુ ની પ્રેરણાથી આયોજિત અતિરુદ્ર...