પાટણ તા. 28 પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ શુક્રવારે સવારથી જ રીમઝીમ રીમઝીમ વરસાદની હેલી શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
પાટણ શહેરમાં દિવસ દરમિયાન મેઘરાજાની અમી વર્ષાને લઈને શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાવા પામી હતી તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ દિવસ દરમિયાન વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે બપોરે 2 થી સાંજના 6 વાગ્યા સુધી પડેલા વરસાદ ના આકડા ઉપર નજર કરીએ તો રાધનપુર 10 MM, સિદ્ધપુર 2 MM, પાટણ 2 MM, હારીજ 4 MM, ચાણસ્મા 11MM, સમી 6 MM, શંખેશ્વર 4 MM અને સરસ્વતી 16 MM વરસાદ નોધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.