fbpx

પાટણ બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

Date:

પાટણ તા. ૨૫
તા. 25 મી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ વસ્તીના કારણે જે વિકટ પરિસ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે તેને અંકુશમાં લાવવાનો છે.

પાટણના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે આરોગ્ય શાખા દ્વારા આયોજીત કાર્યક્રમમાં પાટણ જિલ્લામાં વસ્તી નિયંત્રણ માટે કામ કરનાર તમામ કર્મચારીઓને, હોસ્પિટલ્સનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ જેઓએ કુટુંબ નિયોજન પદ્ધતિનો સ્વીકાર કર્યો છે તેવા લાભાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.આ લાભાર્થીઓએ પોતાના અનુભવ પણ લોકો સમક્ષ વર્ણન કર્યા હતા.

વિશ્વ વસ્તી દિવસના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ એવા જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું હતુ કે આજે વસ્તીના કારણે જે વિકટ પરિસ્થિતીનો સામનો આપણે સૌને કરવો પડી રહ્યો છે તેના પર નિયંત્રણ લાવવા માટે જ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે વિકસિત અને વિકાસશીલ દેશો માટે સૌથી મોટી સમસ્યા વસ્તી વધારો બની ગઈ છે. જે ખુબ ચિંતાજનક બાબત છે.

વસ્તી વધારાના કારણે દેશોમાં ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓનું નિર્માણ થઈ રહ્યું છે. શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી જ આપણી કેન્દ્ર સરકાર આ સમસ્યા પર નિયંત્રણ લાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. કુટુંબ નિયોજન આ પ્રયત્નો માંનો જ એક ભાગ છે.

બાળકીઓમાં શિક્ષણના પ્રમાણમાં ધીરે ધીરે વધારો લાવવામાં આવી રહ્યો છે. જેથી નાની ઉંમરે લગ્નનું પ્રમાણ પણ ઘટે. આ બાબતે અનેક મિટીંગો, સાસુ-વહુ સંમેલન, ડોર-ટુ-ડોર પ્રચાર વગેરે કરવામાં આવી રહ્યું છે. આપણે સૌએ પણ સરકારના આ પ્રયત્નોમાં સાથ આપવો જોઈએ.

કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્ચાર્જ જિલ્લા કલેકટર બી. એમ. પ્રજાપતિએ જણાવ્યું હતુ કે હાલમાં પાટણમાં હાઈરીસ્ક પર હોય તેવી સગર્ભા માતાઓ માટે ખુબ સારૂ કામ કરવામાં આવી રહ્યું છે. પહેલાના જમાના માં વધુ બાળકો માટે ઊંચો મૃત્યુ દર જવાબદાર હતો. આ પ્રકારનો ડર લોકોના મનમાં રહેતો હતો. આ પ્રકારની માનસિકતા સાથે લોકો વધુ બાળકોનો આગ્રહ રાખતા હતા.

પરંતુ આજે માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર ખુબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પરિણામે હવે ધીરે ધીરે લોકો વધુ બાળકોમાંથી બે બાળકો અને બે માથી એક બાળકનો આગ્રહ રાખતા થઈ ગયા છે. આપણા સૌની જીવન જીવવાની અમુક ખોટી આદતોના કારણે જ સ્વાસ્થ્ય સાથે ચેડા થવાથી બાળકો અને માતાઓનું આરોગ્ય બગડી રહ્યું છે. તેથી આદતો સુધારવાની ખાસ જરૂરી છે.

આજના દિવસે આપણે માનસિક, શારીરિક, આર્થિક રીતે દ્રઢ વિચારો વાળા બનવાનો સંકલ્પ લઈએ. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયોગીની પ્રજાપિતા બ્રહ્માકુમારી નિલમ દીદીએ સૌનો આભાર માનતા જણાવ્યું હતુ કે આપણી બહેનોમાં ખુબ શક્તિ છે. આપણી સંસ્કૃતિમાં માનું સ્થાન ખુબ ઉંચુ છે. કારણ કે મા પરિવારને એકસૂત્રમાં બાંધીને રાખે છે. વિશ્વ વસ્તી દિવસે આપણે સૌ સારા અને દિવ્ય ગુણોને અપનાવીને તેનું પાલન કરીએ. તેમજ આપણા બાળકોને વ્યસન મુક્ત બનાવીએ.

વિશ્વ વસ્તી દિવસના કાર્યક્રમમાં રાજયોગીની પ્રજાપિતા બ્રહ્માકુમારી નિલમ દીદી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ,અધિકજિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ડી.બી.પટેલ, જિલ્લાબાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ, ગ્લોબલ હોસ્પિટલ માઉન્ટ આબુથી ડૉ.મહેશભાઈ, મુખ્ય
જિલ્લા તબીબી અધિકારી ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ પાટણ ડૉ.પ્રિતી સોની, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જનરલ હોસ્પીટલ સિધ્ધપુર ડૉ.શોભા ખંડેલવાલ, ડીન મેડિકલ કૉલેજ ધારપુર ડૉ.હાર્દિક શાહ, DQAMO ડૉ.નરેશ પટેલ, EMO ડૉ.નરેશ ગર્ગ, તમામ THO અને આરોગ્યનો સ્ટાફ, આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જીમખાના મેદાન ખાતે સૌપ્રથમ વાર ભાઈઓ અને બહેનોની સામ સામે ક્રિકેટ મેચ યોજાઇ..

પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને વોર્ડ-1ના નગરસેવક મનોજભાઈ...

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો..

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો.. ~ #369News