કલેકટર દ્વારા ફરજ મૌકુફ કરાયેલ અધિકારી ના સમથૅન મા કેટલાક નાયબ મામલતદારો કલેકટર ને રજુઆત કરનાર હોવાનું જાણવા મળ્યું..
પાટણ તા. 2 તાજેતરમાં પાટણ શહેરની બે વ્યાજબી ભાવની દુકાનમાં પ્રોબેશનર આઈએએસ અધિકારી એ કરેલી તપાસણીમાં રાશનકાર્ડ ધારકોને અનાજમાં માપ કરતાં ઓછું રાશન આપવામાં આવતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેમાં અનાજની ચોરી થતી હોવા છતાં જિલ્લા પુરવઠા કચેરીના પુરવઠા નિરીક્ષક એફ.એ. કડીવાલે નિરીક્ષણનું નિયત ફોર્મ ભર્યું ન હોવાથી અને દુકાનદાર વિરુદ્ધ ફોજદારી ગુનાની કાર્યવાહી ન કરતાં નાયબ મામલતદાર કડીવાલને જિલ્લા કલેકટર દ્વારા ફરજ મૌકુક કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ પીપળાગેટ પોલીસ ચોકી સામે આવેલી ધી પ્રગતિ ગ્રાહક સહકારી મંડળી લિ સંચાલિત વ્યાજબી ભાવની દુકાનમાં 12 જુલાઈ 2023 ના રોજ પ્રોબેશનર IAS વિદ્યાસાગરએ તપાસણી કરી હતી. જેમાં સંચાલક દ્ધારા રાશનકાર્ડ ધારકને ઓછું રાશન અપાતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. અને આજ રીતે સંચાલક દ્રારા અનાજની ચોરી થતી હતી જેમાં જિલ્લા પુરવઠા અધિકારી કચેરીના પુરવઠા નિરીક્ષક એફ.એ.કડીવાલ ની બેદરકારી સામે આવી હતી તેઓ દ્વારા નિરીક્ષણનું નિયત ફોર્મ ભરવામાં આવ્યું નહોતું,તો દુકાનદાર વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે રાશનકાર્ડ ધારકોના જવાબો મેળવ્યા નથી કે પંચનામું પણ કર્યું નહોતું. ઉપરાંત આ અંગેની જાણ જિલ્લા પુરવઠા અધિકારીને ન કરીને હકીકત છુપાવી દુકાનદારને ન આપવામાં આવેલી કારણદર્શક નોટિસની માહિતી જાણી જોઈને હળવી કરી હોવાનું જણાયું હતું. આમ ગુનાહિત ગેરરીતિ થઈ રહ્યું હોવાનું જાણવા છતાં તેઓએ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરી નથી તો બાબતે પાટણ શહેરમાં તાજેતરમાં સસ્તા અનાજ ની બે દુકાન સામે પુરવઠા વિભાગે ફરિયાદ નોંધાવી હતી . તેની તપાસ કરી રહેલા અધિકારી પાટણ એ ડિવિઝન પીઆઈ આર જે પરમારે જણાવ્યું હતું કે સસ્તા અનાજની દુકાનના સ્થળે પંચનામું કરી અને દુકાનદાર અને ત્યાં કામ કરતા લોકોના નિવેદન લઇ તપાસ હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તો જિલ્લા પુરવઠા અધિકારી દિનેશકુમાર નિનામાએ જણાવ્યું હતું કે તપાસણી બાબતે પ્રાથમિક તપાસ કરવાનો નિર્ણય કરી એફ.એ. કડીવાલા ને તાત્કાલિક અસરથી ફરજ મૌકૂફ કરવાનો કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પાટણ જિલ્લા કલેકટર દ્વારા ફરજ મૌકુફ કરાયેલ એફ.એ. કડીવાલા ના સમથૅન મા કેટલાક નાયબ મામલતદારો કલેકટર ને રૂબરૂ મળી રજુઆત કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.