google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ યુનિ.કેમ્પસમાં ચાલતી અનુસુચિત – આદિજાતિની હોસ્ટેલની કોઈ પણ પ્રકારની જવાબદારી યુનિ.ની નથી : કુલપતિ..

Date:

પાટણ તા. ૧૬
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ અનુસુચિત આદિજાતિ ની હોસ્ટેલ ના વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમય થી ગુણવત્તા સભર ભોજન ન આપવામાં આવતા ગત રાત્રી દરમ્યાન હોસ્ટેલમાં રહેતા 200 જેટલા વિદ્યાર્થીઓએ હાથ મા થાળીઓ સાથે યુનિવર્સિટી કુલપતિ ના નિવાસ સ્થાને અનુસુચિત આદિજાતિ ની હોસ્ટેલ ના વિધાર્થીઓએ કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરી ગુણવંતા યુકત ભોજન મળે તેવી માગ કરી હતી.

યુનિ.પરિસરમા આવેલ અનુસૂચિત આદિજાતિ ની હોસ્ટેલ માં છેલ્લા એક વર્ષ થી ભોજન ગુણવતા સભર ન આપવામાં આવતા વિધાર્થીઓ દ્રારા અનેક વખત યુનિ.ના સત્તાધીશો ને આ અંગે રજુઆત કરી હોય પણ યુનિવર્સિટીના સતાધીશો આ હોસ્ટેલ નું સંચાલન સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર ખાતે થી થતું હોવાનું જણાવી વિધાર્થીઓને રજુઆત માટે પાલનપુર ધકેલાતા હોઈ વિદ્યાર્થીઓ સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર વિભાગમાં આ અંગે રજુઆત કરવા જાય

તો ત્યાંથી આ હોસ્ટેલ નું સંચાલન પાટણ યુનિ. નું હોવાનું જણાવતા વિધાર્થીઓના ગુણવત્તા યુક્ત ભોજનની રજુઆત મામલે વિદ્યાર્થીઓને અહીં થી તહી ધક્કા ખાવા નો વારો આવતા ગતરાત્રે ગુણવંતા સભર ભોજન આપવામાં આવે તેવી ઉગ્ર માગ સાથે હોસ્ટેલ મા રહેતા 200 જેટલા વિધાર્થીઓએ હાથમાં થાળી લઈને યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા કુલપતિ ના નિવાસ સ્થાને જઈને રોષ સાથે ઉગ્ર દેખાવો કરતાં કુલપતિ દ્રારા વિધાર્થીઓના હિત મા હકારાત્મક અભિગમ સાથે યોગ્ય નિરાકરણ ની ખાતરી આપી સમાજ કલ્યાણ વિભાગના અધિકારી નો ટેલિફોન પર સંપકૅ કરતાં અધિકારી દ્વારા કુલપતિનો ફોન રિસિવ ન કરાતાં કુલપતિ એ જિલ્લા કલેકટર ને ફોન કરી વિધાર્થીઓની ભોજન ની સમસ્યા બાબતે અવગત કરતાં

જિલ્લા કલેકટર દ્વારા શુક્રવારે આ મામલે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને રૂબરૂ બોલાવી હોસ્ટેલ ની જવાબદારી તેઓની બનતી હોવાનું જણાવી જવાબદારી ફિકસ કરી વિધાર્થીઓ ના પ્રશ્ને નિરાકરણ લાવવા જણાવતા યુનિ.કેમ્પસમા કાર્યરત ઉપરોક્ત હોસ્ટેલમાં તાત્કાલિક એક મહિલા અને પુરુષ વોડૅન ને નિમણૂક આપવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.

વિધાર્થીઓને ગુણવત્તા સભર ભોજન મળે તે મામલે શુક્રવારે કલેક્ટરે હોસ્ટેલ ની જવાબદારી સમાજ કલ્યાણ વિભાગ ની ફિકસ કરતાં યુનિવર્સિટી કુલપતિ એ કેમ્પસમાં ચાલતી ઉપરોક્ત હોસ્ટેલ મામલે યુનિવર્સિટી ની કોઈ પણ પ્રકારની જવાબદારી ન હોવાનું જણાવ્યું હતું. તો કલેકટર ની મધ્યસ્થી દ્રારા હોસ્ટેલ ની જવાબદારી ફિકસ થવા પામી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ અંતગૅત 17 પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કરતાં કલેકટર..

પાટણ જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ અંતગૅત17 પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કરતાં કલેકટર.. ~ #369News

પાટણ જિલ્લાના સિદ્ધપુર ડિવિઝનના 8 પોલીસ મથકના વર્ષ 2015 થી વષૅ 2022 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા નો નાશ કરાયો..

પાટણ જિલ્લાના સિદ્ધપુર ડિવિઝનના 8 પોલીસ મથકના વર્ષ 2015 થી વષૅ 2022 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા નો નાશ કરાયો.. ~ #369News

શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી..

દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ છ માં અભ્યાસ...