fbpx

રાધનપુરની બનાસ બેંક માં પગાર લેવા જનતાને ધરમ ધક્કા…

Date:

પશુ પાલકો નાં બનાસ બેંકમાં ખાતા હોવાથી પગાર લેવા સવાર થી જ બેક માં લાગતી મોટી લાઇનો..

બેંક અધિકારી દ્વારા સર્વર ડાઉન હોવાનું રટણ કરતા સતત 2 દિવસ લાઇનો માં ઊભા રહેવા છતાં ગ્રાહકો પગાર લીધા વિના ઘરે જવા મજબુર બન્યા..

પાટણ તા. 2 પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે આવેલ બનાસ બેંક માં ડેરીના પગાર લેવા જનતા ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે.એકબાજુ વરસાદી વાતાવરણ માં ગ્રામ્ય કક્ષાએ થી આવતા લોકો સતત 2 દિવસ દરમિયાન લાઈનમાં ઉભા રહી પગાર લીધા વિના ઘરે પાછા ફરવા મજબૂર બન્યા છે. ખેડૂતો અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ને ડેરીના પગાર માટે બનાસ બેંક ફરજિયાત હોવાથી આ બેંક મા આવતા હોઈ છે પરંતુ બનાસ બેંક માં સતત લાઈન માં ઉભા રહ્યા બાદ પણ સવૅર ડાઉન હોવાના કારણે છેલ્લે ઘરે જવા લોકો મજબૂર બની પાછા ફરી રહ્યા છે.

પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે આવેલ બનાસ બેંક માં તાલુકાના પશુ પાલકો નાં વ્યવસાય સાથે જોડાયેલા લોકોના નાં એકાઉન્ટ હોવાથી અને ડેરીનો પગાર બનાસ બેંક માં થતો હોવાથી લોકો બનાસ બેંક માં પગાર લેવા વહેલી સવારથી જ ગ્રાહકો ની લાઇનો લાગે છે.

પરંતુ અહીંયા અધિકારીઓ દ્વારા સર્વર ડાઉન હોવાનું રટણ કરવામાં આવે છે. સર્વર ડાઉન હોવાની વાત કહી લોકોને ધરમ ધક્કા ખવડાવતા ગ્રાહકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.રાધનપુર વિસ્તાર નાં ગામડે ગામડે થી લોકો અહીંયા ડેરીના પગાર લેવા માટે આવી રહ્યા છે, પરંતુ અહીંયા અધિકારીઓ ની બેદરકારી અને બેંક ની વ્યવસ્થા કે યોગ્ય પધ્ધતિ ના હોવાને કારણે ક્યાંક ને ક્યાંક જનતા ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ બનાસ બેંક ખાતે આવેલ ગ્રાહકો આખરે પગાર લીધા વિના ઘરે જવા મજબુર બનતા રહીશો માં ભારે રોષ જોવા મળ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણનો 36 મોં સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,દેહદાન કરનાર સ્વજન નાં પરિવારજનો નું સન્માન...