google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી તિથિ દાનની સેવામાં આજીવન તિથિ દાન નોંધાવતા ડો.વી.એમ.શાહ.

Date:

પાટણ તા. 2 પાટણના શ્રી જગદીશ ભગવાન મંદિર પરિસર ખાતે અધિક માસ થી ભગવાનને નિત્ય ભોજન પ્રસાદ અર્પણ કરવા માટે દાતા પરિવારો તરફથી વાર્ષિક તિથિ દાન તેમજ આજીવન તિથિ દાન નોંધવાની શરૂઆત કરવામાં આવી છે. શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા અધિક માસમાં શરૂ કરાયેલી આ તિથિ દાનની સેવા પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં પાંચ જેટલી આજીવન તિથિ દાન તેમજ 60 જેટલા વાર્ષિક તિથી દાન નોંધાયા હોવાનું શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

આ તિથિ દાનની સેવા પ્રવૃતિમાં પાટણના જાણીતા ગાયનેક તબીબ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી આગવી લોક ચાહના પ્રાપ્ત કરનાર ડો. વી. એમ. શાહ દ્રારા પણ પોતાના આસો સુદ પાંચમના પવિત્ર દિવસે સ્વગૅસ્થ થયેલા પિતા શેઠ શ્રી મૂળચંદભાઈ ભાઈચંદદાસ શાહના સ્મરણાથૅ આજીવન તિથિ દાન નોંધાવી શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટની તિથિ દાનની સેવામાં સહયોગી બન્યા નું પુણ્ય પ્રાપ્ત કયુઁ છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકા પ્રમુખની અપીલને પાટણ ના નગરજનોએ અનુસરી ગણેશ વિસર્જન કેનાલ માં ન કરી સહયોગ આપ્યો..

ધર્મ પ્રેમી નગરજનોએ ગણેશજીની પ્રતિમાને કેનાલમાં પલાળી નગરપાલિકાના ટ્રેક્ટરમાં...

પાટણ ખાતે ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથોની મહિલાઓને સહાય અર્પણ કરતા મુખ્યમંત્રી..

વિકસિત ભારત-વિકસિત ગુજરાત નારીશક્તિ વંદના ઉત્સવમાં ૧૩ હજારથી વધુ...

પાટણ જિલ્લા સહકારી સંઘની 26 મી જનરલ સભા યોજાઇ…

સંઘના પાટણ જિલ્લાના અધ્યક્ષ ના વિદેશ ગમનની શુભેચ્છાઓ પાઠવવામાં...