એક સપ્તાહ મા સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા ખાતે આંદોલન કરાશે..
જુની સોસાયટીના કારણે પાણીની પાઈપ લાઈન સાંકડી હોય સરકારની 70/30 ની સ્કીમનો લાભ લઈ નવીન લાઈન માટે રહિશો ને પાલિકા પ્રમુખે સમજાવ્યાં..
પાટણ તા. 3 પાટણ શહેરની વિવિધ સોસાયટી વિસ્તારો તેમજ કેટલાક મોહલ્લા પોળોમાં ઓછા ફોર્સથી અને દૂષિત પાણી આવવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આવી પરિસ્થિતિ ભોગવી રહેલ શહેરના મીરા દરવાજા રોડ પર આવેલ ભોલેનાથ સોસાયટીના રહીશોએ ગુરુવારે મહિલાઓ સાથે પાલિકા ખાતે આવી પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી ઓછા ફોર્સ થી અને દૂષિત આવતા પાણીની સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા માગ કરી હતી.
આ સમસ્યા મામલે ભોલેનાથ સોસાયટીમાં રહેતા ભરતભાઈ પ્રજાપતિ એ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચુટણી સમયે વોટની ભીખ માંગતા આ વિસ્તાર ના કોર્પોરેટરોને આ મામલે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા રહીશો પરેશાન બન્યા છે જો એક સપ્તાહ મા ભોલેનાથ સોસાયટીમાં પાણી અને રસ્તા ની સુવિધા બાબતે યોગ્ય કરવામાં નહિ આવે તો ના છુટકે રહીશોએ પાલિકામાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી. ભોલેનાથ સોસાયટીના રહીશોની રજૂઆત પગલે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે આ સોસાયટી જૂની હોવાના કારણે પાણીની પાઈપ લાઈનો ખુબ સાંકડી હોય જેના કારણે પુરતા ફોષૅ થી પાણી રહિશો ને મળતું નથી ત્યારે રહિશો સરકારની 70/30 સ્કીમ નો લાભ લઈ પોતાના સોસાયટી વિસ્તારમાં નવીન પાઈપ લાઈન નંખાવે તે માટે સમજાવ્યાં હોવાનું જણાવ્યું હતું. તો સોસાયટીમાં બાકી રોડ માટે પણ તેઓએ રહિશો ને હૈયાધારણા આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી