કોરાના ના કપરા સમયે પણ અનેક મૃતાત્માઓને અંતિમ વિસામે પહોચાડી માનવીય સેવાનું ઉતમ દાયિત્વ નિભાવ્યું હતું..
પાટણ તા. 4
વર્તમાન સંજાગોમાં મૃતકો ને સ્મશાન ગૃહે લઈ જવા ખાનગી વાહન મળતા નથી અને મળે છે તો તેનાં ભાડા બહુ વસુલાતા હોય છે આવા સંજાગોમાંપાટણ નગરપાલિકાની મૃતકો માટેની શ્રી વૈકુંઠ ધામ વાહિની ની રૂ. 1 ના ટોકન દરે શરૂ કરવામાં આવેલી સેવા સરાહનિય બની છે.પાટણ નગરપાલિકાની શબવાહિની માત્ર એક રૂપિયા નાં ટોકન દ્વારા મૃતકોને અંતિમ મોક્ષધામે પહોંચાડવાની ઉમદા સેવા આપી રહી છે.આ અંગે નગરપાલિકાનાં વાહન શાખામા ફરજ બજાવતા સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે,મૃતકોને મોક્ષધામ સુધી પહોંચાડવા માટે નગર પાલિકાની શબવાહીની કોઈ પણ સમાજના મૃતક પરિવારને માત્ર એક રૂપિયાનાં ટોકનથી પોતાના સ્વજનને અંતિમ ધામ સુધી પહોચાડવા માટે આપવામાં આવે છે..
આ માટે મૃતકનાં કોઈપણ સગા પાલિકા ખાતેઆવીને શબવાહિની નોંધાવી શકે છે.અને નોંધણી ક્રમની અગ્રતામુજબ શબવાહિની મૃતકની સેવાર્થે પાલિકા દ્વારા મોકલી આપવામાં આવે છે.તા 1 એપ્રિલ થી તા.30 જુલાઈ ના સમય દરમ્યાન પાલિકા ની શબવાહિની દ્વારા 80 મૃતકોનેમોક્ષધામ પહોંચાડવા માટે ની સેવા અપાતાં પાલિકા ની શબ વાહીનીનું કામ પણ 108 જેવું જ બન્યુ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.તો નગરપાલિકા સંચાલિત આ શબવાહિની મૃતકનાં સ્વજનો કહે તે રીતે પાટણની હિન્દુ સ્મશાન ભૂમિ, હરિહર સ્મશાન ભૂમિ કે પદ્મનાભ મુકિત ધામ ખાતે સેવાર્થે મોકલવામાં આવે છે.જો કોઈ પરિવાર પોતાના સ્વજન ને સિધ્ધપુર મુકિતધામ ખાતે અંતિમ વિધિ માંટે લઈ જવા માગતાં હોય તો તેઓની પાસે થી માત્ર 500 રૂ. ટોકન ચાજૅ લેવામાં આવતો હોવાનું સંજયભાઈ પટેલે જણાવ્યું હતું.
પાટણ નગર પાલિકા દ્વારા મૃતકો માટે એક રૂપિયાના ટોકન દ્વારા શબવાહિનીની સેવા પુરી પાડવાનાં આ કાર્યની શહેરીજનો દ્વારા પ્રસંશા થઈ રહી છે. કોરોના સમયે મૃતકોનાં શબને લઈ જવા વાહનો મળતા ન હતા ત્યારે નગરપાલિકાની આ સબ વાહિની ની સેવાથી અનેક મૃતકોને અંતિમયાત્રા સુધી પહોંચાડી માનવીય સેવાનૂ ઉતમ દાયિત્વ નિભાવ્યું હોય જેને મૃતકોના પરિવાર જનોએ પણ સરાહનીય કાયૅ લખાવ્યું હતુ.
અહેવાલ યશપાલ સ્વામી