fbpx

પાટણના મોટા નાયતાના ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બનેલા માસુમે છ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો..

Date:

પાટણ તા. 2
પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસ થી સંક્રમિત થયેલ અને જિલ્લામાં પ્રથમ કેસ એવા મોટા નાયતા ગામના માસુમે શુક્રવારે 6 દિવસની સારવાર દરમ્યાન હોસ્પિટલ માં દમ તોડતાં જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે પ્રથમ મોત નોધાયું છે. પાટણ જિલ્લામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો કેસ સરસ્વતિ તાલુકાના મોટા નાયતા ગામે 7 વષીય બાળક સંક્રમિત થતાં તેને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યાં બાદ તેની હાલત નાજુક જણાતાં તેને વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં તેને વેન્ટિલેટર ઉપર રાખી સારવાર હાથ ધરાવામા આવી હતી.પરંતુ શુક્રવારે સવારે માસુમે સારવાર દરમિયાન દમ તોડતા પરિવારજનોમાં ઘેરા દુખ ની કાલિમા છવાઈ જવા પામી હતી.

ચાંદીપુરા વાયરસથી સંક્રમિત મોટા નાયતા ગામના 7 વષૅના માસુમ ને 6 દિવસ થી ધારપુર ના ડોક્ટરો સારવાર આપી રહ્યા હતા પરંતુ તેની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો થવાના બદલે તેની તબિયત વધુ નાજુક બનતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આ સારવાર દરમિયાન છેલ્લા 24 કલાક થી માસુમ નું યુરીન બંધ થતાં તેની અસર કીડની પર થતાં તેની કિડની ખરાબ થવાની સાથે તેનું લીવર પણ ખરાબ થયું હોવાનું જણાયુ હતું તો બી. પી પણ આવતું ન હતું તેમજ મોઢા અને નાક માંથી બિલ્ડીંગ થતાં ડોક્ટરો દ્વારા તેને બ્લડ અપાયું હતું છતાં પરિસ્થિતિ કંટ્રોલ ન થતાં આખરે માસુમ બાળકે શુક્રવારે સવારે 7.45 કલાકે દમ તોડ્યો હોવાનું ધારપુર સિવિલના આર. એમ. ઓ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું.

ચાંદીપુરા વાયરસથી મોત થયેલ બાળક ને વાલી વારસ ને સોંપવામાં આવતાં પરિવારજનો સહિત મોટા નાયતા ગામ માં શોક નો માહોલ છવાયો હતો. ચાંદીપુરા વાઇરસ ને લઈ પાટણ જિલ્લા માં પ્રથમ મોત નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તેની સંક્રમણ અન્ય બાળકોમાં ન ફેલાઈ તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી ટીમો બનાવી સ્પ્રે મારફત દવાના છંટકાવ સાથે કોઈ પણ બાળકને આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા ગ્રામજનોને સુચિત કરવા માં આવી રહ્યા હોવાનું જાણવા  મળ્યું  છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ખોડાભા હોલ ખાતે જીવદયા પરિવાર દ્રારા આયોજિત હેરિટેજ ગરબા 2023- નું મંડપ મૂહુર્ત કરાયું..

ખેલૈયાઓને હેરિટેજ ગરબા મહોત્સવ મા પધારવા નિમંત્રણ અપાયું.. પાટણ તા....