પાટણ તા. 4 બહુમાળી બિલ્ડીંગો, કોમ્પ્લેક્સો,પાર્ટી પ્લોટો, હોસ્પિટલો, શાળા કોલેજો સહિત ના વિસ્તારોમા અગ્નિસામક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે આકસ્મિક આગ લાગવાની ઘટના મા અનેક લોકો મોતને ભેટતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આવી ઘટનાઓને રોકવા અને આવી ધટનાઓ સજ્જ ત્યારે તેને સમયસર પહોંચી વળવા સરકાર દ્વારા કડક નિયમ લાગુ કરી ફાયર સેફ્ટીની સુવિધાઓ ફરજિયાત પણે ઉપલબ્ધ બને તે માટેના ચક્રો ગતિમાન બનાવ્યા છે.
પાટણ જિલ્લા ફાયર વિભાગ દ્વારા પાટણ શહેર સહિત જિલ્લાના તાલુકા મથકો ઉપર બહુમાળી બિલ્ડીંગો, કોમ્પ્લેક્સો, હોસ્પિટલો, શાળા કોલેજો,પાર્ટી પ્લોટો ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવા લોકોને નોટિસો આપી ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ બનાવવા ફરજ પાડવામાં આવી રહી છે. પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુર શહેરમાં ગુરૂવારના રોજ પાટણ જિલ્લા ફાયર સ્ટેશન ઓફિસર સ્નેહલ મોદી અને તેમની ટીમ દ્વારા સિદ્ધપુરના શ્રી સ્થળ, સરકારી સ્પોર્ટ સંકુલ, ગંગા વાડી, મહાદેવ જનવાડી ની આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
જે તપાસ દરમિયાન પુરાતત્વ વિભાગ સંચાલિત શ્રી સ્થળ મા ફાયર સેફ્ટી ની સુવિધા જોવા મળી હતી પરંતુ તે સુવિધા બંધ હાલતમાં હોવાનું ધ્યાનમાં આવતાં નોટિસ પાઠવવા માં આવી હતી જોકે શ્રી સ્થળ ના ફરજ પરના સંચાલિકા તેજલ પરમાર દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા કાર્યરત બનાવવા માટે વિભાગના અધિકારીઓને પત્ર લખી જાણ કરી હોવાનું જણાવી આ સુવિધા ત્વરિત શરૂ થશે તેવી હૈયાધારણા આપી હતી. તો સરકારી સ્પોર્ટ સંકુલ તેમજ ગંગાવાડી અને મહાદેવ જનવાડી ની મુલાકાત લઈ ફાયર સેફ્ટી બાબતે નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હોવાનું પાટણ જિલ્લા ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી