google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં ચાની લારીવાળાના ડોકયુમેન્ટ પર બે વેપારી બંધુઓએ જુદી જુદી બેકો મા કરોડોનાં વ્યવહાર કયૉ હોવાનું ઈન્કમટેક્સ ની નોટિસ મળતાં બહાર આવ્યું..

Date:

પાટણ તા. ૧૯
પાટણ ખાતે નવાગંજ બજારમાં ચાની લારી ચલાવતા યુવકને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવા પાનકાર્ડની જરૂર હોઇ વેપારીઅએ ડોક્યુમેન્ટ લઇને પાનકાર્ડ તો કઢાવી આપ્યું પણ તેની જાણ બહાર તેના પાનકાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને તેના નામના જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં અપ્રમાણ સર કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર કરી દીધા હતા. હવે હાલમાંજ ઇન્કમટેક્સ વિભાગ તરફથી રૂ. 49, 06, 59, 280 ની પેનલ્ટી સહિત ટેક્સ ભરવા માટે નોટિસ અપાતાં તેં ચોંકી ઉઠ્યો હતો અને તપાસ કરતાં તેની સાથે છેતરપિંડી થઇ હોવાનો ભાંડો ફુટતા યુવકે બંને ભાઈઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બાબતે મળતી માહિતી મુજબ આજથી દસેક વર્ષ પહેલાં પાટણ ખાતે રહેતા અને મૂળ કાંકરેજ તાલુકાના રણાવાડા ગામના ખેમરાજભાઈ વજેરામભાઈ દવેએ પાટણ નવાગંજ બજાર ખાતે ચાની લારી શરૂ કરી હતી.તે વખતે ગંજ બજારમાં અનાજ ખરીદી લે વેચ અને કમિશન એજન્ટ તરીકે ધંધો કરતા પાટણના અલ્પેશકુમાર મણિલાલ પટેલ સાથે તેને પરિચય થયો હતો. અલ્પેશ પટેલ લારી પર ચા પીવા માટે આવતા જતા હતા અને ખેમરાજ દવે પણ તેમની ઓફિસમાં ચા આપવા માટે જતો આવતો હતો. જેથી બંને વચ્ચે સારો પરિચય બંધાયો હતો.

તે વખતે બેંક એકાઉન્ટ સાથે પાનકાર્ડ લિંક કરાવવાનો નિયમ આવ્યો હોવાથી તેમણે અલ્પેશ પટેલને નવું પાનકાર્ડ કેવી રીતે કઢાવવું તે અંગે વાત કરતા અલ્પેશ પટેલે તેની પાસેથી આધારકાર્ડ, રેશનકાર્ડ, ફોટા સહિતના દસ્તાવેજો મેળવી પાનકાર્ડ કઢાવી આપ્યું હતું. પણ પછી તેના દસ્તાવેજનો દુરુપયોગ કરીને ખેમરાજ ભાઈના પાનકાર્ડ આધારે તેની જાણ બહાર જુદા જુદા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં વર્ષ 2014-15માં અને વર્ષ 2015-16માં અપ્રમાણ સર રીતે કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો કર્યા હતા. જેને પગલે 11 ઓગસ્ટ 2023ના રોજ ઇન્કમટેક્સ તરફથી રૂ.49,06,59,280ની પેનલ્ટી સહિત ટેક્સ ભરવા માટે ખેમરાજભાઈ દવેને નોટિસ મળતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.

આ અંગે તેઓએ પાટણ શહેર બી ડિવિઝનમાં સધળી હકીકત જણાવી પાટણમાં રહેતા અલ્પેશકુમાર મણીલાલ પટેલ અને ઊંઝામાં રહેતા તેમના ભાઈ વિપુલકુમાર મણીલાલ પટેલ સામે છેતરપિંડી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ એલસીબી પોલીસને સોંપતા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ વી આર ચૌધરીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં જુગાર ની બદીને ડામવા પાટણ પોલીસ સતૅક બની..

રાધનપુર પોલીસે જુગારની બે અલગ-અલગ રેડ કરી 12 જુગારીઓને...

અમદાવાદ: આવતીકાલે પીએમ મોદી રાજ્યની બે દિવસીય મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ અંગે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે મંગળવાર, 26 સપ્ટેમ્બર,...

પાટણમાં પાવૈયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને વાસ્તુ પૂજન કાર્યક્રમ યોજાયો..

પાટણમાં પાવૈયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને વાસ્તુ પૂજન કાર્યક્રમ યોજાયો.. ~ #369News