fbpx

ગુજરાતની જનતાએ દેશના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં લખેલા સવા લાખ પત્રો દિલ્હી રવાના કરાયાં..

Date:

ગુ.પ્ર.બક્ષીપંચ મોરચા દ્રારા નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના સફળતા નવ વષૅના કાર્યો જન-જન સુધી પહોંચાડયા છે :રજની પટેલ..

પાટણ તા. 5 રાજયની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર વ્યક્ત કરતાં લખેલા સવા લાખ જેટલા પોસ્ટકાર્ડ દિલ્હી મોકલવા માટેનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાની આગેવાની હેઠળ શનિવારે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયો હતો. ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ મયંક નાયક દ્રારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શનમાં વિવિધ જનસંપર્ક કાર્યક્રમો થકી જનતા સુધી પહોંચી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાની માહિતી પહોચાડી છે જેનો એક પુરાવો આ સવા લાખ પત્રો છે જે જનતાએ લખેલા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકાસ પુરુષનું બીરુદ મેળવનાર વૈશ્વીક નેતા અને દેશને આત્મનિર્ભર ભારતની દિશા આપનાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત સફળતાના 9 વર્ષ પુર્ણ થયા છે તે સંદર્ભે બક્ષીપંચ મોરચા દ્વારા ગતમહિનામાં જનસંપર્ક,ખાટલા બેઠક સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

તે દરમિયાન જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આભાર પાઠવતા 1.25 લાખ જેટલા પોસ્ટકાર્ડ રાજયની જનતાએ લખેલા છે જેને બક્ષીપંચ મોરચા દ્વારા દિલ્લી મોકલવામાં આવનાર છે જે કાર્યક્રમ શનિવારે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ,બક્ષીપંચ મોરચાના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે સહિત બક્ષીપંચ મોરચાના પ્રમુખ મંયકભાઇ નાયક ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશની રાજનીતીમાં જનસંઘથી ભાજપાની યાત્રા માં પાર્ટી આજે સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે જેમાં વિવિધ મોરચાનું પણ મહત્વનું યોગદાન રહ્યુ છે. મોરચા દ્વારા વિવિધ જનસંપર્ક કાર્યક્રમો કરવામાં આવ્યા છે.

તેમાં બક્ષીપંચ મોરચાએ સી.આર.પાટીલ ના માર્ગદર્શનમાં વિવિધ જનસંપર્ક કાર્યક્રમો થકી જનતા સુધી પહોંચી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાની માહિતી પહોંચાડી છે જેનો એક પુરાવો આ સવા લાખ પત્રો છે જે જનતાએ લખેલા છે તેને આજે દિલ્હી મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંયકભાઇ નાયકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સફળતાના 9 વર્ષ પુર્ણ થતા બક્ષીપંચ મોરચા દ્વારા 25 રથ દ્વારા ગુજરાતની તમામ વિધાનસભા અને લોકસભાનો પ્રવાસ કરી જન સંપર્ક કરી સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવનાર જનતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કરતા પોસ્ટકાર્ડ લખાવામાં આવ્યા હતા જે પોસ્ટકાર્ડ દિલ્હી મોકલવામાં આવશે. તેમજ બક્ષીપંચ મોરચા દ્વારા જનસંપર્ક થકી લોકસભાની ચૂંટણીમાં દરેક બેઠક પાંચ લાખથી વધુ મતોથી જીતવાના સી.આર.પાટીલના સંકલ્પ ને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું મયંકભાઈ નાયકે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ઘટક-1 માં પૂર્ણા યોજના અંતર્ગત વાનગી હરિફાઈ યોજાઈ..

વાનગી હરીફાઈ માં વિજેતા બનેલ કુમારીઓને ઇનામો અપી પ્રોત્સાહિત...

પાટણની મીનળપાર્ક સોસાયટીના યુવાનો દ્વારા મટકીફોડ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણીકરાઈ..

સોસાયટીના રહીશોએ ભગવાન શ્રીકૃષ્ણની સમુહ આરતી ઉતારી પંજરીનો પ્રસાદ...