પાટણ તા. 5 પાટણ ની કે.કે.ગલ્સૅ શાળા કેમ્પસમાં શનિવારે ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં હતા. જેમાં શાળાના આચાર્ય, શિક્ષક ભાઈ – બહેનોના યોગદાન દ્વારા વિધાર્થીની ઓને રીસેશ ના સમયમાં નિરાંતે નાસ્તા – ભોજન માટેની સવલત મળી રહે તે માટે બેસવાના 12 બાંકડા કેમ્પસમાં મૂકવામાં આવ્યા હતા.
તો શાળાની પ્રગતિ તેમજ વિકાસની વાતો જાણી શાળાના પૂર્વ વહીવટી મિત્રો જુનિયર કારકુન, સિનિયર કારકુન થી હેડ ક્લાર્ક સુધી નોકરી કરીને ગયેલ વિનોદભાઈ રાવલ, યોગેશભાઈ દવે,સુરેશ ભાઈ સોની,શંકરભાઈ નાયી અને તાજેતરમાં ડાયેટમાંથી નિવૃત્ત થયેલ મણીભાઈ પંચાલે શાળાની શુભેચ્છા મુલાકાત મેળવી અને શાળાના ચાર સદન સુનિતા વિલિયમ્સ, ટેસ્સી થોમસ,અસ્મિતા ચેટર્જી અને રિતુ કરધાલ દ્વારા પ્રસ્તુત થયેલ કાવ્ય પઠન કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ સૌ ભાગ લેનાર તેમજ વિજેતા બનેલ વિદ્યાર્થિનીઓને શાળાના આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિએ સૌને અભિનંદન પાઠવ્યાં હતાં.
તેમજ આગામી તા.10 ઓગસ્ટ ના રોજ સરકાર ના આદેશને ધ્યાનમાં રાખી ” મારી માટી મારો દેશ ઉત્સવ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાવ્ય પઠનની સહ અભ્યાસિક પ્રવૃતિના સંયોજક કમલેશ સ્વામી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી જયશ્રી બેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી