બિસ્માર રોડની બન્ને બાજુ સાઈડો વધારવા રજુઆત કરાઈ..
પાટણ તા. 8 પાટણ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા માઁ જહુ ના ધારણોજ ગામ જવાના માર્ગ માં આવતા વડલી થી કણજી ચોકડી સુધીનો પાકો રોડ ચોમાસામાં ધોવાણ થતાં રોડ પર મોટા ખાડાઓ પડયાં છે. જેને કારણે અકસ્માત સજૉવાની સંભાવનાઓ પ્રબળ બની છે. તો ઘણા સમયથી તુટી ગયેલ અને આ રોડની બન્ને સાઇડોમાં બાવળ-ઝાડી ઝાખર ઉગી નીકળેલ હોવાના કારણે આ રોડ ઉપર થી પસાર થતાં વાહન ચાલકો અને ગ્રામજનો સહિત માઁ જહુના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ,પગપાળા સંધો ને અનેક યાતનાઓ ભોગવવી પડી રહી છે.
વડલી થી કણજી ચોકડી સુધીના આ ખાડા પડેલા પાકા રોડ ને ડામર પાથરીને રિપેરિંગ કરવાની સાથે સાથે રોડની બન્ને સાઇડો 1-1 મીટર વધારો કરીને પાકો પેવર રોડ બનાવવા ધાયણોજ ના સેવાભાવી આગેવાન અને તાલુકા ભાજપ ના સક્રિય સભ્ય મોહનભાઈ દેસાઈ એ લાગતા વળગતા તંત્રને લેખિતમાં રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી