fbpx

સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નં-2ની પેટા ચૂંટણી માં ભાજપ નો ભગવો છવાયો : આખી પેનલ વિજય બની..

Date:

વિજેતા ઉમેદવારો સહિત ભાજપ કાર્યકરોએ મો મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા. 8 સિદ્ધપુર પાલિકામાં વોર્ડ નંબર 2ની ખાલી પડેલ ચાર બેઠકની પેટા ચૂંટણીમાં 4 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળીને 10 ઉમેદવારો વચ્ચે રવિવારે ચૂંટણી યોજાઈ હતી.જેમાં 54 .35 ટકા મતદાન થયું હતું. આ ચુંટણીની મત ગણતરી મંગળવારે હાથ ધરવામાં આવતા ભાજપ ના 4 ઉમેદવાર નો ભવ્ય વિજય થતાં ભગવો લહેરાયો હતો. સિદ્ધપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં ખાલી પડેલ ચાર બેઠક ભરવા પેટા ચૂંટણી યોજવાને લઇને કુલ 14 ફોર્મ ભરાયા હતા. જેમાં 4 ડમી ફોર્મ રદ થયા હતા અને 4 ભાજપ, 4 કોંગ્રેસ અને 2 અપક્ષ ઉમેદવાર સહીત કુલ 10 ફોર્મ માન્ય રખાયા હતા.

ત્યારે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં 54.35 ટકા મતદાન થયું હતું ત્યારે મંગળવારે મતગણતરી હાથ ધરાતા અમરસિંહ લાલાજી ઠાકોર કોગ્રેસ 516 મત,જયાબેન નાનજીભાઈ શાહ કોગ્રેસ 162 મત, દિપીકાબેન હીરેનકુમાર ઠાકર કોગ્રેસ 162 મત, નટવરલાલ કાળીદાસ પટેલ ભાજપને 1393 મત ,નિરમાબેન સેધુસિંગ ઠાકોર ભાજપ 1503 મત ,પીન્કીબેન કનુભાઇ પટણી કોગ્રેસ 220 મત, પુષ્પાબેન મુકેશભાઇ પટેલ ભાજપ 1359 મત, ભરતભાઇ જીવરામદાસ પટેલ ભાજપ 1248 મત ,કંકુબેન ગીરીશભાઈ પટણી અપક્ષ 353 મત,ભકિતભાઈ સાંકળચંદ પટેલ અપક્ષ 1059 મત મળ્યા હતા .જયારે 43 વોટ નોટા માં પડ્યા હતા .આમ વોડ નંબર 2ની પેટ ચૂંટણી માં ભાજપ ના 4 ઉમેદવારો ની પેનલ નો વિજય થતા સમર્થકોએ એક બીજા નું મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજના યુવા શક્તિ સંગઠન દ્વારા રજાના દિવસનો સદ ઉપયોગ કરી શ્રી પદ્મનાભ મંદિર પરિસરની સફાઈ કામગીરી કરાઈ..

પાટણ પ્રજાપતિ સમાજના યુવા શક્તિ સંગઠન દ્વારા રજાના દિવસનો સદ ઉપયોગ કરી શ્રી પદ્મનાભ મંદિર પરિસરની સફાઈ કામગીરી કરાઈ.. ~ #369News