fbpx

પાટણ નગરપાલિકા ની ગાડી અને ertiga વચ્ચે અકસ્માત સર્જાતા તુ તુ મેં મેં સજૉઈ…

Date:

ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધિશો દ્વારા નગરપાલિકાના સાધનો નો દુરુપયોગ કરાતો હોવાના વિપક્ષ કોર્પોરેટરે આક્ષેપ કર્યા..

પાટણ તા. 8 પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક મંગળવારે સવારે નગર પાલિકા ની ગાડી અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાતા અને બન્ને વાહન ચાલકો વચ્ચે ચકમક ઝરતા ઘડીભર માટે બગવાડા દરવાજા ખાતે લોકોના ટોળેટોળા એકત્ર થઇ જવા પામ્યા હતા.

જોકે પાટણના પ્રબુધ્ધ નગરજનોની મધ્યસ્થી ને કારણે અને બન્ને વાહનોને સામાન્ય નુકશાન થવાના કારણે આખરે મામલો શાંત પાડવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર માટે સરકાર દ્વારા ફાળવાયેલી ગાડી મંગળવારે સવારે બંનેની ગેરહાજરી હોવા છતાં નગર પાલિકા ની ગાડીના ચાલકે શહેરના બગવાડા દરવાજા નજીક થી ગાડી લઈને નિકળતા અને આ અકસ્માત સજૉતા પાલિકા ના વિપક્ષ ના કોર્પોરેટર અને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયાએ પાલિકા તંત્ર સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પાટણ નગર પાલિકા ના સાધનોનો ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સાથે સાથે નગર પાલિકા ના પાણીના ટેન્કરો, JCB મશીન, ટ્રેક્ટર સહિતના સાધનો નો લોક ઉપયોગ કરવાની જગ્યાએ ભાજપના સત્તાધીશો દ્વારા તેઓના મળતીયાઓ માટે ઉપયોગ કરાતો હોવાનું જણાવી બગવાડા દરવાજા નજીક નગરપાલિકાની ગાડી અને એકટીવા ચાલક વચ્ચે સર્જાયેલા દરમિયાન ગાડીમાં પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોય ત્યારે આ ગાડી કોના માટે અને કેમ બહાર કાઢવામાં આવી હશે તે વિશે પણ તેઓએ પાલિકા તંત્ર સામે સવાલો કર્યા હતા. અને આ બાબતની તટસ્થ તપાસ હાથ ધરી નગરપાલિકાના સાધનોનો દુરુપયોગ કરનારાઓ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં ઉદાર હાથે સખાવત અપૅણ કરી સહભાગી બનતાં ડો. વ્યોમેશ શાહ..

નાના સમાજના સમૂહ લગ્નમાં સહભાગી બનેલા ડો.વી.એમ.શાહની ઉદારતાને સમાજ...

પાટણમાં જગન્નાથ ભગવાન નું યજમાન પરિવાર દ્રારા ભવ્યાતિભવ્ય મામેરૂ ભરાશે..

પાટણમાં જગન્નાથ ભગવાન નું યજમાન પરિવાર દ્રારા ભવ્યાતિભવ્ય મામેરૂ ભરાશે.. ~ #369News #JAGANNATH

કે. કે ગર્લ્સ વિદ્યાલય પાટણમાં વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો…

પાટણ તા. 8 પ્રવર્તમાન સમયમાં વ્યસન મુક્ત માણસ હોવું...