કુલપતિને આવેદનપત્ર આપી આદોલનની ચિમકી સાથે કોટૅ ના દ્રાર ખખડાવવાની ચિમકી આપી..
પાટણ તા. 25
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના બોડૅ ઓફ મેનેજમેન્ટ ના સભ્ય તરીકે નિમણૂક કરાયેલ હિરેન અમૃતલાલ પટેલ ની ખોટી રીતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હોય જે નિમણૂંક ને તાત્કાલિક અસરથી રદ્દ કરવાની માગ સાથે ગુરૂવારના રોજ યુનિવર્સિટી હિત રક્ષક સમિતિના નેજા હેઠળ સભ્યો દ્વારા કુલપતિ ને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
યુનિવર્સિટી હિત રક્ષક સમિતિના નેજા હેઠળ સભ્યો દ્વારા યુનિવર્સિટી કુલપતિ ને અપાયેલા આવેદનપત્ર માં જણાવ્યું છે કે પાટણ ની હેમચંદ્રા ચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાત સરકાર દ્વારા અમલ માં મુકેલ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ ૨૦૨૩ ની કલમ ૧૪ (૫) મુજબ કુલપતિ દ્વારા નોટિફિ કેશન નંબર Aca/S.M/7709/2024 તારીખ 6 માચૅ 2024 થી બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની રચના કરવામાં આવી છે.
જેમાં Registered Graduates થી નિમાયેલ પટેલ હિરેન અમૃતલાલ યુનિવર્સિટી માં Registered Graduates તરીકે નોંધણી થયેલ નથી. યુનિવર્સિટી દ્વારા લેટેસ્ટ જે REGISTERED GRADUATES AS ON 31/12/2022 મુજબ જે યાદી પ્રસિદ્ધ કરેલ છે તે મુજબ પટેલ હિરેન અમૃતલાલ યુનિવર્સિટીમાં Registered Graduates ના હોવા છતાં યુનિવર્સિટી દ્વારા ખોટી રીતે જે નિમણુક કરવામાં આવી છે એ તાત્કાલિક અસર થી જો દૂર કરવામાં નહિ આવે તો કુલપતિ સામે અમારે કાયદેસર ની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું જણાવી પાટણ યુનિવર્સિટી ની વેબસાઈટ http://electoral.hngu.net ઉપર તારીખ 31/12/2022 સુધી REGISTERED GRADUATES ની નોધ ના ડેટા મુકેલ છે તેના આધારે હિરેન અમૃતલાલ પટેલ નોંધાએ લ REGISTERED GRADUATES નથી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. 18 એપ્રિલ 2024 ના રોજ જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક યોજાઈ હતી તે પણ ખોટી રીતે નિમાયેલ સભ્ય ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેથી તે મિટિંગ ની કાર્યવાહી રદ કરવી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ,અને સમાજના હિતમાં આ રજૂઆત જો ગંભીરતા થી લેવામાં નહિ આવે તો યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ એ ના છુટકે કુલપતિ સામે આંદોલન ની સાથે નામદાર કોર્ટમાં અપીલ કરવાની ફરજ પડશે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હોવા નું યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ સદસ્ય બ્રિજેશ પટેલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી