બંને પક્ષે બે બે શખ્સોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા..
મારામારીની ઘટનાના પગલે સામસામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ..
પાટણ તા. 29 પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલ સરદાર કોમ્પલેક્ષમાં શ્લોક હોસ્પિટલના તબીબ ડોક્ટર તેજસ પટેલ અને રાહત સેનેટરી દુકાનના માલિક વિષ્ણુભાઈ પટેલ વચ્ચે મંગળવારે બપોરે સેડ ના બાધકામ ને લઇ ને ઉગ્ર બોલાચાલી બાદ બન્ને પક્ષે મારા મારી સજૉતા બન્ને પક્ષના બે- બે વ્યક્તિ ઓ ઈજાગ્રસ્ત બનતાં પાટણની ધારપુર અને જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું અને આ બાબતે બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલ સરદાર કોમ્પલેક્ષમાં કલાપી હોટલની ઉપર ડોક્ટર તેજસ પટેલ ની નવીન શ્લોક ડેન્ટલ હોસ્પિટલ નું કામકાજ ચાલી રહ્યું છે
તો હોસ્પિટલ ની નીચે આવેલ રાહત સેનેટરી દુકાનના માલિક દ્વારા પોતાની દુકાન ની આગળ પતરાના શેડ નાખવાની કામગીરી ચાલતી હોય જે બાબતને લઈને મંગળવારે બપોરે ડોક્ટર તેજસ પટેલે શેડની કામગીરી ન કરવા જણાવતા રાહત સેનેટરી વાળા વિષ્ણુભાઈએ તેઓને જણાવેલ આ જગ્યા અમારી છે અને અમારો હક છે અમે શેડ બાંધીશું તેવું જણાવતા ડોક્ટર તેજસ પટેલ અને વિષ્ણુ પટેલ વચ્ચે ઉગ્ર બોલા ચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ મારા મારી માં ડોક્ટર તેજસ પટેલ અને તેમના સ્ટાફના સોહમ પટેલ ને ઈજાઓ થતાં બન્ને જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે તો સામે વિષ્ણુભાઈ પટેલ અને દક્ષેશ પટેલ ને પણ ઈજાઓ થઈ હોય જેઓને ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર તેજસ પટેલ અને વિષ્ણુ પટેલ વચ્ચે થયેલી મારામારીની બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી