કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા..
પાટણ તા. 9 આઝાદીના અમૃત મહોત્સવની પૂર્ણાહુતિના ભાગરૂપે સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી આયોજીત ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમનો બુધવાર થી પ્રારંભ થયો છે. સમગ્ર દેશ આજે આ ઐતિહાસીક કાર્યક્રમ જોડાયો છે. વિવિધ જગ્યાએ ગ્રામ્યકક્ષાએ આ કાર્યક્રમનું નિર્માણ કરાયું છે. કાર્યક્રમોમાં લોકોએ હાથમાં માટી અથવા દિવો લઈને પ્રતિજ્ઞા લીધી, તેમજ વૃક્ષારોપણ કર્યું છે.
પાટણ જિલ્લો પણ આ ઐતિહાસીક કાર્યક્રમમાં સહભાગી બન્યો છે. જિલ્લાના સંખારી ગામે “મારી માટી, મારો દેશ” કેમ્પેઈન અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ,નૂતન વિદ્યાલયના મંત્રી રમેશભાઈ પટેલ ,બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઇ પ્રજાપતિ,માજી સરપંચ અલકેશભાઈ પટેલ, જયેશભાઇ પટેલ, વિઠ્ઠલભાઈ પરમાર,સંખારી ગામના તલાટી હિરલબેન સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા.
ગ્રામવાસીઓની સાથે તેઓએ શિલાફલકમની મુલાકાત લીધી ત્યારબાદ ગ્રામવાસીઓ ની સાથે વૃક્ષારોપણ પણ કર્યું હતુ. તેમજ પંચ પ્રણની પ્રતિજ્ઞા લઈને સેલ્ફી પણ લીધી હતી. આજના દિવસે સંખારીના ગ્રામજનોએ દેશને સ્વંતત્રતા અપાવનારા વીરોને યાદ કર્યા હતા. આજે સૌ પાટણવાસીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પાંચ પ્રણની પ્રતિજ્ઞા લઈને, માટી અને દીવા સાથે સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિઓમાં જોડાઈને ઐતિહાસીક ક્ષણના સાક્ષી બન્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઇદુભાઈ સૈયદે કર્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી