બ્રેઝા ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઈસમને એલસીબીએ ઝડપી લીધો..

પાટણ તા. ૨૭
પાટણ એલસીબી પોલીસ ટીમે બાદમે ના આધારે બ્રેઝા ગાડીમાં વિદેશી દારૂ બિયર ની હેરાફેરી કરતા એક ઇસમને આબાદ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને
પાટણ જીલ્લામાંથી પ્રોહી.લગતની ગે.કા. પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ વી.આર.ચૌધરી સહિત એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો કાકોશી પો.સ્ટે. પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની બ્રેઝા ગાડી નં GJ24AM7417 માં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કુંવારા ગામ તરફથી ઠાકરાસણ ગામ તરફ જનાર છે

જે હકીકત આધારે એલસીબીએ વાધણા થી ઠાકરાસણ જવાના રસ્તા ઉપર નાકાબંધી કરતા નાકાબંધી દરમ્યાન હકીકત વાળી બ્રેજા ગાડી પસાર થતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં ગાડી માંથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની કુલ બોટલ ટીન નંગ-૧૦૪૭ કિંમત રૂ.૧,૨૭,૯૧૫ તથા બ્રેજા ગાડી કિં. રૂ. ૫ લાખ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૬,૩૨,૯૧૫ ના મુદામાલ સાથે ઠાકોર ભરતજી રતનજી જેઠુજી રહે.તાવડીયા તા.સિધ્ધપુર જી.પાટણ ને ઝડપી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂ બિયરની હેરા ફેરી મા સંકળાયેલા અને એલસીબીની રેડ દરમ્યાન ભાગી છુટેલ અન્ય બે ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.