fbpx

પ્રદેશ ભાજપના સદસ્યતા અભિયાનના સંયોજક કે. સી. પટેલ ની આગેવાની હેઠળ રજા ના દિવસે પાટણ શહેરમાં ડોર ટુ ડોર સદસ્યતા અભિયાન હાથ ધરાયું..

Date:

પાટણ તા. 8
વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા દર છ વર્ષે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે. જે અંતર્ગત વર્ષ 2024 માં ભારતીય જનતા પાર્ટીમા સભ્યો જોડવાનું કામ હાલમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે.
ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનના સંયોજક અને પાટણના પનોતા પુત્ર કે.સી.પટેલ દ્વારા પાટણ જિલ્લા માં ત્રણ લાખથી વધુ ભાજપના સદસ્યતા સભ્યો ની નોંધણી થાય તે માટે રવિવારે રજા ના દિવસે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં સભ્યો નોંધવાની ઓનલાઈન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પાટણના નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાટણ ખાતે રવિવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનના સંયોજક કે.સી.પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કરાયેલા સદસ્યતા સભ્ય નોંધણી અભિયાન કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પૂર્વ પાલિકા પ્રમુખ હેમંતભાઈ તન્ના સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ત્રણ શખ્સો ને દબોચી લેતી હારીજ પોલીસ..

દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ત્રણ શખ્સો ને દબોચી લેતી હારીજ પોલીસ.. ~ #369News

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પવૅ નિમિત્તે ધ્વજ વંદન કરાયું..

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પવૅ નિમિત્તે ધ્વજ વંદન કરાયું.. ~ #369News

પાટણમાં વૃદ્ધે પોતાના નાના ભાઈ- ભાભી ના ત્રાસથી ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી…

મૃતકના પુત્ર દ્રારા પોતાના મૃતક પિતાની સુસાઈડ નોટ આધારે...