પાટણ તા. 13 આજે ઐતિહાસિક નગરી પાટણના પ્રતિષ્ઠિત મહારાષ્ટ્રીયન સમાજના આદરણીય પરિવારનું ઐતિહાસિક વારસા જેવું ઘર સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઘરમાં રહેતા મોટાભાગના સભ્યો નોકરી અને રોજગાર અર્થે બરોડા, મુંબઈ અને પુણે જેવા સાંસ્કૃતિક શહેરો માંથી આવીને સ્થાયી થયા છે, ત્યારે એકમાત્ર વરિષ્ઠ મહિલા એડવોકેટ કે જેમણે હર ઘર તિરંગા નહી પરંતુ પોતાના ઘર ને જ ત્રિરંગો થી સજાવ્યું છે. આ ઐતિહાસીક ધરોહર સમાન ઘરમા રહેતા મહિલા કે જેઓ વ્યવસાયે વકીલાત નું કામ કરે છે પણ સાથે સાથે તેઓ સંસ્કૃતિ અને સમાજને સમર્પિત સામાજિક કાર્યકર પણ છે. પાટણ શહેરમાં સંધ્યાબેન પ્રધાન નામથી જાણીતા ધારાશાસ્ત્રી છે. આજે આઝાદીના અમૃત કાળને ઉજવવા તેમણે પોતાના સો વર્ષ જુના મકાનને જેવું હતું તેવું જ ઐતિહાસિક વારસા સમાન માળખામાં પુનઃનિર્માણ કર્યું અને ઘરને તિરંગાના રંગોથી સુશોભિત કરી, રાષ્ટ્ર પ્રત્યેની તેમની સાચી વફાદારી અને દેશભક્તિનો સંદેશ આખા દેશને આપ્યો છે.
અહેવાલ યશપાલ સ્વામી