fbpx

પાટણની LNK કોલેજે સળંગ બીજીવાર સુવર્ણચંદ્રક મેળવી ઉચ્ચ સ્થાન જાળવી રાખ્યું..

Date:

પાટણની એલ એન કે કોલેજ ઓફ એજ્યુકેશન પરિવારે આ સિધ્ધી મેળવનાર બન્ને વિધાર્થીઓ ને બિરદાવ્યા…

પાટણ તા. 14 વર્ષ 2020-22 માટે IITE સંલગ્ન કોલેજોની બી.એડ્. પ્રથમ બેચમાં એલ.એન.કે. કોલેજ ઓફ એજ્યુકેશન,પાટણે સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ સ્થાન મેળવી સુર્વણચંદ્રક મેળવેલ જે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ઘટના હતી. આજે ફરી સતત સંસ્થા એ વર્ષ 2021-23 માં પણ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત રાજ્ય શિક્ષણ જગતમાં બંને વર્ષ માટે પોતાનું સતત ટોચનું સ્થાન જાળવી રાખેલ છે. એટલું જ પર્યાપ્ત ના હોય તેમ વર્ષ 2020-22 માં ટોચના 10 માંથી 4 અને 2021-23 માં ટોચના 10 માંથી પ્રથમ 2 સંસ્થાના વિધાર્થીઓએ પ્રાપ્ત કયૉ છે જે બાબત પણ સંસ્થાની સફળતામાં ચાર ચાંદ લગાવી દે છે.

તા. 13/08/2023 ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજની અધ્યક્ષતામાં IITE,ગાંધીનગર યુનિવર્સીટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજવામાં આવેલ જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ, શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ,રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા,યુનિવર્સીટીના કુલપતી હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ઠાકોર આરતીબેન માનજીજીને સુર્વણચંદ્રક અને પ્રમાણપત્ર તેમજ દ્વિતીય ક્રમાંક મેળવનાર પટેલ હેપ્પીબેન નરેન્દ્રભાઇને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ જે સંસ્થા અને સમગ્ર શિક્ષણ જગત માટે અવિસ્મરણીય બાબત કહી શકાય.

વર્ષ 1968 માં શરુ થયેલ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત લીલાવતી નંદલાલ કિલાચંદ કોલેજ ઓફએજ્યુકેશન,પાટણની આજે 56 મી બેચ શિક્ષણ લઇ રહી છે. 56 વર્ષના શિક્ષણકાળ દરમિયાન સંસ્થાએ બી.એડ્. માં 14 અને એમ.એડ્. માં 06 એમ કુલ 20 સુવર્ણચંદ્રક મેળવેલ છે, જે સમગ્ર શિક્ષણજગત ગુજરાત રાજ્ય માટે ભૂલી ના શકાય તેવી બાબત છે. 56 વર્ષના કાર્યકાળમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ કોલેજ એવોર્ડ, કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન (CTE)- ગુજરાત સરકારનો મહત્વનો દરજ્જો, college with Potential for Excellence (CPE)-UGC અને જાણે કેટલાય વિશેષ દરજ્જાઓ સંસ્થાએ હસ્તગત કરેલ છે. ઠાકોર આરતીબેન અને પટેલ હેપ્પીબેને પોતાની સફળતાનો સમગ્ર શ્રેય સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડો.ગંગારામ પ્રજાપતિ, સમગ્ર કોલેજ પરિવાર, મેનેજમેન્ટ અને પોતાના માતા-પિતાને આપેલ છે. સંસ્થા વર્ષોથી શિક્ષણ જગતમાં મોખરે રહી છે જેનું મુખ્ય પીઠ બળ સંસ્થાનું મેનેજમેન્ટ ટ્રસ્ટ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ છે. મેનેજમેન્ટ દ્વારા વિધાર્થીઓનું ઉચ્ચ કારકિર્દી ઘડતર થઇ શકે તે માટે હરહમેંશ ઉદાર ભાવે પ્રયત્નો કરવામાં આવ્યા છે. સંસ્થાએ ચાલુ વર્ષે પણ સફળતા ટકાવી રાખી તે માટે મેનેજમેન્ટ વતી ડો.જે.એચ.પંચોલી, એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર અને જય ધ્રુવ, કેમ્પસ ડેવલોપમેન્ટ ઓફિસર, NGES એ શુભેચ્છા પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા મેધમહેરથી વાતાવરણ માં ઠંડક પ્રસરી..

પાટણ તા. 20હવામાન વિભાગની આગાહીના પગલે બુધવાર ની રાતથી...

રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર સર્જાયો ગોજારો અકસ્માત..

જીપનું ટાયર ફાટતા રોડ સાઇડે ઉભેલી ટ્રક સાથે જીપ...

બોડૅની પરીક્ષાના બીજા દિવસે પણ પાટણ સહિત જિલ્લા માં એકપણ કોપી કેસ ન નોધાયો..

પાટણ તા. 12ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ...

પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પાલીકા ની સ્વચ્છતા શાખા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ..

છીડીયા દરવાજા નજીક ની સોસાયટી વિસ્તારની ગંદકી ઉલેચી ઝાડી-...