google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

46 ડમી સીમકાર્ડ સક્રિય કરનારા પાટણ અને ધારપુર ના 2 શખ્સો ને એસઓજીએ પકડ્યા

Date:

કંપનીને દુકાનોના ખોટા નામ આપી સીમકાર્ડ ચાલુ કર્યા

ગ્રાહકના બદલે અન્ય લોકોના આધાર કાર્ડનો ઉપયોગ કરી સીમકાર્ડ શરૂ કરતાં હતા

સીમકાર્ડ ખરીદનાર ગ્રાહકની જગ્યાએ અન્ય વ્યક્તિઓના ફોટા અપલોડ કરી કુલ 46 ડમી સીમકાર્ડ સક્રિય કરનાર પાટણ અને ધારપુર ના બે શખ્સોને એસઓજીએ પકડ્યા છે. પાટણ એસ.ઓ.જી પોલીસની અલગ અલગ ટીમો બનાવી એટીએસ તરફથી આપેલી માહિતી આધારે ડેટા એકત્રિત અને ડેટા એનાલિસિસ કરી પાટણ જિલ્લામાં અન્ય વ્યક્તિઓના આધાર કાર્ડનો ઉપયોગ કરી અન્ય વ્યક્તિના ફોટા અપલોડ કરી ડમી સીમકાર્ડ સક્રિય કરી વેચાણ કર્યા હતા તેવા બે વ્યક્તિઓને નક્કી કર્યા હતા અને તે બંને શખ્સો મૂળ પાટણના અને હાલ ચાંદલોડિયા ખાતે રહેતા કિશોરકુમાર મોહનલાલ ઠક્કર અને ધારપુરના સુરજજી કલ્યાણજી ઠાકોરને પકડી પાડ્યા હતા. તેમની સામે બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાટણના ધારપુરના સુરજજી કલ્યાણજી ઠાકોરે 2019માં દિવાળી પછીથી નવેમ્બર 2021 સુધીમાં જુદી જુદી મોબાઇલ દુકાનોના નામથી કુલ 25 આઈડિયા અને એરટેલ કંપનીના સીમકાર્ડ ગ્રાહકની જગ્યાએ બીજા વ્યક્તિનો ફોટો લગાવી સક્રિય કરી વેચાણ કર્યા હતા. જ્યારે કિશોરકુમાર મોહનલાલ ઠક્કરે 21 સીમકાર્ડ ગ્રાહક ની જગ્યાએ બીજા વ્યક્તિઓનો ફોટો લગાવી સક્રિય કરી વેચાણ કર્યા હતા તેવું એસઓજી પોલીસે જણાવ્યું હતું

એસઓજી પીઆઇ આર જી ઉનાગરે જણાવ્યું હતું કે વધારે પૈસા લઈને દસ્તાવેજ વગર સીમકાર્ડનું વેચાણ કરતા હતા. કંપનીની ગ્રાહક એપ્લિકેશનમાં અલગ અલગ દુકાન નામથી ખોટી રીતે સીમકાર્ડ ચાલુ કર્યા છે. આમ કંપનીને દુકાનો ના ખોટા નામ આપવા માં આવેલા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ કોલેજ રોડ પરના અંડર પાસ માર્ગ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માત થવાની સંભાવનાઓ..

તંત્ર દ્વારા અંડરપાસના ખાડાઓ તાત્કાલિક પુરાણ કરવામાં આવે તેવી...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રકાશ વિજ્ઞાન અને પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૯ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણનું પીતાંબર તળાવ ઓવરફ્લો બને તે પહેલા પાલિકાએ મોટર મૂકીપાણી ઉલેચવાની કામગીરી હાથ ધરી..

પીતાંબર તળાવનું પાણી ઉલેચાતા આજુબાજુના રહીશો એ રાહત અનુભવી..પાટણ...