google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ડો.બાબા સાહેબઆંબેડકર પ્રાદેશિક કેન્દ્રમાં સ્વાતંત્ર પવૅની ઉજવણી કરવામાં આવી..

Date:

પાટણ તા.16 હેચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાદેશિક કેન્દ્રમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની હર્ષોઉલ્લાસમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે પ્રાદેશિક કેન્દ્રના સંયોજિકા ડો.લીલાબેન સ્વામીએ સ્વાતંત્ર પર્વની ઉજવણીનું મહત્વ સમજાવી શહીદોની કુરબાની અંગે યુવાનોને જાગૃત કરી સ્વાતંત્ર પર્વની ઉજવણી માત્ર 15 મી ઓગસ્ટે જ નહીં પરંતુ નિત્ય ઉજવણી કરી ભારતીય નાગરિક તરીકે રાષ્ટ્રધમૅ નિભાવી સાચી કતૅવ્ય નિષ્ઠાથી ભારત માતાનું ગૌરવ વધે તેવુ જીવન જીવવાની પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.

ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાદેશિક કેન્દ્ર ખાતે આયોજિત સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં કેન્દ્રના મુકેશભાઈ ઠાકોર, વસંતભાઈ સેનમા, અમિતભાઈ પ્રજાપતિ,શાનભાઈ પટેલ, જયેશભાઈ પ્રજાપતિ સહિત પ્રાદેશિક કેન્દ્રના વિદ્યાર્થીઓએ સહભાગી બની ક્રિકેટ,વોલીબોલ જેવી રમત રમી પવૅને યાદગાર બનાવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

મતદાતા ચેતના અભિયાન અંતગૅત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ..

પાટણ તા. 23 મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બુધવારે પાટણ...

હાસાપુર ના શ્રી રામદેવપીર બાબાના મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ કરાયો..

પાલિકા પ્રમુખ- ઉપપ્રમુખ, પક્ષના નેતા અને પૂર્વ નેતા સહિતના...

ખેડૂતોની જમીન સંપાદનની રૂ. 8.31 લાખની રકમ નહિ ચૂકવાતાં કોટૅ ના આદેશ ને લઇ ચાણસ્મા નમૅદા નિગમની ઓફિસ સીલ કરાઈ..

પાટણ.૨૮બહુચરાજી તાલુકાના મોઢેરા ગામના 10 ખેડૂતોની નર્મદા નહેરના રોડ...