fbpx

સરસ્વતી તાલુકાના વારેડા ની જાગૃતિ ઉ.બુ.વિદ્યાલય ખાતે શાળામાં ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીની ના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવાયો..

Date:

પાટણ તા. 16 પાટણના સરસ્વતી તાલુકાના વારેડા ગામે જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની તેજસ્વી વિદ્યાર્થીની ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપવામાં આવી હતી. વારેડા ની જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા અગાઉ કરાયેલી જાહેરાત મુજબ શાળામાં ઉચ્ચ પરિણામ લાવનાર વિદ્યાર્થીની ઠાકોર અલ્પા કે જેણે ધો. 12 મા સમગ્ર શાળા મા ઉચ્ચ પરિણામ મેળવ્યું હોય તેના વરદ હસ્તે સ્વાતંત્ર પર્વ નિમિત્તે દેશ દુલારા રાષ્ટ્રધ્વજ ને ફરકાવી આચાર્ય એ પોતાનું વચન નિભાવ્યું હતું . તો આચાર્ય દ્રારા આગામી વરસે પણ જે વિદ્યાર્થી શાળામાં પ્રથમ નંબર લાવશે તેના હાથે રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવશે તેવી જાહેરાત તેઓએ કરી વિધાર્થીઓને ઉચ્ચ પરિણામ લાવવા પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બકરી ઈદ ના તહેવારને લઈને કાકોશી પોલીસ મથકે આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ…

પાટણ તા. ૧૩કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક આગેવાનો, સરપંચો,...

ભયાનક વાવાઝોડા અને વરસાદ વચ્ચે બેટરીના પ્રકાશે બાસ્પા આરોગ્ય કેન્દ્ર મા મહિલાની નોમૅલ ડિલિવરી કરાવાઈ..

ભયાનક વાવાઝોડા અને વરસાદ વચ્ચે બેટરીના પ્રકાશે બાસ્પા આરોગ્ય કેન્દ્ર મા મહિલાની નોમૅલ ડિલિવરી કરાવાઈ.. ~ #369News

પાટણ જિલ્લા મહેસુલી અધિકારીઓની અધિક કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ..

પાટણ તા. 28જિલ્લા સેવા સદન, ખાતે બુધવારે જિલ્લા નિવાસી...