પાટણ તા. 17 પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પાટણ સરસ્વતી નદીમાં પવિત્ર શ્રાવણ માસ ને ધ્યાનમાં રાખીને પાણી છોડવા માટે લેખિતમાં રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. કે. સી. પટેલ દ્રારા મુખ્યમંત્રી ને કરેલ લેખિત રજૂઆત મા જણાવ્યું હતું કે પાટણ ની સરસ્વતી નદી નું મહત્વ અતિ પ્રાચિન હોઇ શ્રાવણ માસમાં ધાર્મિક પ્રસંગો, વ્રત ઉપરાંત પાટણ અને સરસ્વતી તાલુકા વિસ્તારના ખેડૂતોને હાલમાં ઉભા પાકને પિયત માટે પાણી મળે તો ખેડૂતોના પાકને ફાયદો થાય તેમ હોય તેમજ સરસ્વતી નદીમાં પણ જળસ્તર ઉચા આવે જેથી આજુ-બાજુના વિસ્તારમાં ઘણો ફાયદો થાય તેમ હોવાથી પાટણ સરસ્વતી નદીમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવા માટે તેઓએ મુખ્યમંત્રી ને પત્ર લખી ખાસ ભલામણ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી