fbpx

ઓક્સફર્ડ ઈંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ચેતના કે સ્વર – ૨૦૨૪ એવોડૅ પ્રાપ્ત કર્યો..

Date:

ભારત વિકાસ પરિષદ પાટણ સિદ્ધહેમ શાખા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા…

પાટણ તા. ૨
પાટણની સૌપ્રથમ સી.બી.એસ.ઈ સાથે સંલગ્ન નોન-ગ્રાન્ટેડ ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓ એ ભારત વિકાસ પરિષદ પાટણ શાખા અને સિદ્ધહેમ શાખા દ્વારા પાટણના એ.પી.એમ.સી હોલ માં આયોજિત સમૂહગાન સ્પર્ધામા ભાગ લઈ ચેતના કે સ્વર -૨૦૨૪ એવોડૅ પ્રાપ્ત કર્યો છે.

આ સ્પર્ધા માં કુલ ૧૪ સ્કૂલોના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજુ કરી હતી. આ સ્પર્ધાના પરિણામ માં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ તથા સંસ્કૃત ગાન માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને સ્કૂલ-પરિવાર અને સિદ્ધહેમ શાખાનું નામ રોશન કરેલ છે. માધ્યમિક વિભાગ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ પાટણની ટીમ ભાભર મુકામે ઉત્તર ગુજરાતની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા માં ભાગ લેવા જનાર છે.

સ્કૂલના સંગીત શિક્ષક નવિનભાઈ પ્રજાપતિ અને કમલેશભાઇ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા માં જીત પ્રાપ્ત કરતા સ્કૂલના આચાર્ય જોયન જોસ, ટ્રસ્ટી મંડળ માં શાંતિભાઈ સ્વામી, વિજયભાઇ પટેલ, જગદીશભાઈ ખમાર, પૂનમબેન કથુરિયા, હર્ષ પટેલ, હાર્દિક સ્વામી તથા સૌ શિક્ષકો દ્વારા વિજેતા બનનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્રારા લોકોની સુખાકારી ની રજૂઆત નહી સંભળાતા લોકો મા રોષ..

પાટણની નિષ્ફળ નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ઉઠી અનેક ફરિયાદો… પાટણની...

અનંત હષૅ ભગવાનદાસ મેમોરીયલ ટ્રસ્ટ જુનામાંકાં દ્રારા હારીજ તાલુકા ના વિધાર્થીઓને સન્માનિત કરાયા..

અનંત હષૅ ભગવાનદાસ મેમોરીયલ ટ્રસ્ટ જુનામાંકાં દ્રારા હારીજ તાલુકા ના વિધાર્થીઓને સન્માનિત કરાયા.. ~ #369News