fbpx

પાટણ યુનિવર્સિટી મા નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરનાર શખ્સના હાઈકોર્ટે જામીન મંજૂર કયૉ.

Date:

પાટણ તા. 1
પાટણના B ડિવિઝન પોલીસ મથકે તા. 27 ફેબ્રુઆરી 2024 મા પાટણ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં હંગામી પટાવાળા તરીકે ફરજ બજાવતા સોલંકી નરેશ સામે 27 વર્ષીય યુવકે IPC ની કલમ 406 અને 420 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે આરોપીએ પાટણ ની કોર્ટ માં જામીન અરજી કરી હતી. જેને નકારી દેવાતા આરોપી હાઇકોર્ટ પહોંચ્યો હતો. હાઇકોર્ટ એરોપી ને 10 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદી યુવક અને તેની પત્ની બંનેએ નર્સિંગનો અભ્યાસ કરેલો છે. બંને મૂળ બનાસકાંઠાના છે. તેઓ પાટણની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે એક સાથી કર્મચારીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તેઓ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં 15 વર્ષથી નોકરી કરતા નરેશ સોલંકીને ઓળખે છે.

જે યુનિવર્સિટીમાં ખાલી પડતી જગ્યાઓમાં નોકરી લગાડી આપે છે. આથી ઉપરોક્ત બંન્ને એ નરેશ સોલંકી ને મળતા તેઓએ જણાવ્યું હતું કે, નોકરી મેળવવા માટે ઉપરના સાહેબોને વ્યવહાર કરવો પડે છે. વ્યવહાર લાખ રૂપિયા નક્કી કરીને કુલ 5.50 લાખ રૂપિયા લીધા હતા. જો કે, છ મહિના છતાં નોકરી ન મળતાં અને નરેશ સોલંકીએ ફોન ઉપાડવા નું બંધ કરી દેતા અને તેના ઘરે પણ તે ન મળતા અને ઘરે જતા ત્યારે તેના ઘરવાળા ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે તેવું વતન કરી તમારા ત્રાસ થી નરેશ કોઈપણ અઘટિત પગલું ભરશે તો તેની જવાબદારી તમારી રહેશે તેવી ધમકી આપતા આખરે કંટાળીને ભોગ બનનારાઓએ પાટણ શહેરના B ડિવિઝન પોલીસ મથકે આ નરેશ સોલંકી નામના પટાવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપીએ જુદા જુદા લોકોને નોકરી આપવાની લાલચ બતાવીને કુલ 58.85 લાખ રૂપિયા પડાવી લીધા છે.

હાઇકોર્ટમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. તેમજ ચાર્જશીટ પણ ફાઈલ થઈ ચૂકી છે. વળી ટ્રાયલ કોર્ટ સમક્ષ આરોપી 58.85 લાખના 20 ટકા બે મહિના ની અંદર જમા કરાવી દેશે. આથી કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર પાલિકા દ્વારા પાઈપ લાઈન ની સફાઇ કામગીરી બાદ પ્રથમ દિવસે કલોરિન ની વધુ માત્રા વાળુ પાણી અપાશે.

સિદ્ધપુર પાલિકા દ્વારા પાઈપ લાઈન ની સફાઇ કામગીરી બાદ પ્રથમ દિવસે કલોરિન ની વધુ માત્રા વાળુ પાણી અપાશે. ~ #369News

પાટણ સીટી વિસ્તાર માંથી ચોરેલ એક્ટીવા સાથે આરોપીને પકડી પાડતી હારીજ પોલીસ..

પાટણ તા. ૧૧પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ...

પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અને બાલીસણા ના વતની અંકિતા પટેલને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરાયા..

પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અને બાલીસણા ના વતની અંકિતા પટેલને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરાયા.. ~ #369News