પાટણ તા. 19 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 19 ઓગસ્ટ 2023 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પહેલ “મેરી મિટ્ટી મેરા દેશ” અંતર્ગત માટી કો નમન, વીરોં કા વંદન કાર્યક્રમ સાથે વિશ્વ માનવતા દિનની ઉજવણી અને માનવ જીવનમાં રોજિંદા વિજ્ઞાનનું મહત્વ વિશે સાયંટિફિક-શો નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 250થી વધુ સહભાગીઓએ ભાગ લીઘો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે આ અભિયાનની જાહેરાત પીએમ નરેન્દ્ર મોદી દ્રારા તા. 30 જુલાઈના ‘મનની વાત’ના એપિસોડમાં કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય સ્વતંત્ર સેનાનીઓ અને વીરોનો સન્માન કરવાનો છે.
આ કાર્યક્રમ સાથે વિશ્વ માનવતા દિનની પણ ઉજવણી તથા માનવ જીવનમાં દરરોજનું વિજ્ઞાન વિશે સાયંટિફિક
-શોનું આયોજન કરાયું હતું જેમાં નિષ્ણાંત ગાઈડે જણાવ્યું કે કામદારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને વૈશ્વિક કટોકટીને સંબોધવામાં આંતરરાષ્ટ્રીય એકતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટેના પ્લેટફોર્મ તરીકે આ દિન ઉજવાય છે.કાર્યક્રમના અંતે સહભાગીઓ સાથે હાથમાં માટી લઈને ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવા, ગુલામ માનસિકતા બહાર ફેંકી દો, એક જુટતા, શહીદો માટે આદર અને નાગરિક કર્તવ્યનું પાલન સાથે દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરવા માટે ની સૌએ પ્રતિજ્ઞા લીધી હતી.
અહેવાલ યશપાલ સ્વામી