પડતર માંગણીઓ સાથે ના બેનરો હાથમાં ધારણ કરી અધ્યાપકો એ રેલી યોજી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કયૉ..
પાટણ તા. 25 પાટણ સહિત ઉત્તર ગુજરાતના સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો સરકાર સામે સી.એ.એસ સહિતની પડતર માગણીને લઈ આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકાર દ્વારા તેની કોઈ નોંધ લેવામાં ન આવતા હવે અધ્યાપકો દ્વારા કેમ્પસ ખાતે કાળા કપડા પહેરી બેનર સાથે કેમ્પસમાં રેલી યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સહિત ઉત્તર ગુજરાતમાં તા.16 ઓક્ટોબરથી સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નો અને વર્ષો જૂની માગણીઓને લઈ કોલેજ સંકુલમાં કાળી પટ્ટી ધારણ કરી બિન શૈક્ષણિક કામના બહિષ્કાર સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરી આંદોલનનો આરંભ કર્યો હતો. એક સપ્તાહથી અધ્યાપકો કોલેજોમાં વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ પ્રકારની નોંધ લેવામાં ના આવતા અંતે અધ્યાપકો દ્વારા બુધવારે પાટણ કતપુર ઇજનેરી કોલેજ ઉપરાંત ઉ.ગુ કોલેજોમાં અધ્યાપકો દ્વારા કાળા કપડાં પહેરી હાથમાં વિવિધ પડતર માગણીઓના બેનર સાથે કેમ્પસમાં આક્રોશ સાથે રેલી યોજી સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાટણ ની કતપુર કોલેજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધ્યાપકો કાળી પટ્ટી ધારણ કરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે જોડાયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી