fbpx

યુનિવર્સિટી ઈન્ટરવ્યુ મા પસંદગી પામેલ 6 પ્રોફેસરો ના રાજયના શિક્ષણ વિભાગ ના આદેશ થી ઓડૅર કરાયા.

Date:

પાટણ તા. 18 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2022 માં પ્રોફેસરની ભરતી માટે કરાયેલ ઈન્ટરવ્યુ બાદ ઉમેદવારોના બંધ કવરો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ના આદેશને પગલે યુનિવર્સિટી દ્વારા 6 જેટલા પ્રોફેસર ની જગ્યા માટેના કવરો શનિવારે ખોલવામાં આવ્યા હોવાનું યુનિવર્સિટી ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ માં ખાલી પડેલી પ્રોફેસરોની જગ્યાઓ માટે યુનિવર્સિટી દ્રારા વર્ષ 2022 માં ભરતી પક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરાયેલ ઉમેદવારોના કવર સીલ બંધ કવરમાં સરકારમાં મોકલી આપ્યા હતા. ત્યારે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રોફેસર ,એસોસિયેટ પ્રોફેસર, અને આસિસ્ટન્ટ પ્રોફેસર એમ 6 કવરો ખોલવાની મંજૂરી અપાતા યુનિવર્સિટી દ્રારા આ કવરો ખોલી વિવિધ ડિપાર્ટમેન્ટ માં નિયુકત થયેલા ઉમેદવારો ની નિમણૂક કરવામાં આવી હતી. આ નવ નિયુકત ઉમેદવારો પૈકી હોસ્પિટલ મેનેજમેન્ટ માં પ્રોફેસર તરીકે ડો .કે.કે પટેલ ની નિમણૂક કરાઈ હતી. જ્યારે એમબીએ માં પ્રોફેસર તરીકે ઠાકર ધર્મેન્દ્રભાઈ ની નિમણૂક કરવામાં આવી હતી તો ગ્રંથાલય વિભાગમાં રજનીકાંત પટેલ, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે હરેશ ચૌધરી, આર્કિટેક વિભાગમાં કૃણાલ સુથાર અને મયુર પ્રજાપતિ ની આસિસ્ટન્ટ એસોસિએટેડ પ્રોફેસર તરીકે નિમણૂક કરાઈ હોવાનું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ એમ. એન. હાઇ. ની વિધાર્થીની રંગોળી સ્પર્ધામા વિજેતા બનતા જિલ્લા શિક્ષણાધિકારીએ સન્માન કર્યું…

પાટણ તા. ૨૯લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતના ચૂંટણી પંચની...

પાટણની વીણા સોનીએ ગુજરાત ઓપન કરાટે ચેમ્પીયન શિપમાં સિલ્વર મેડલ સાથે બીજો નંબર હાંસલ કર્યો..

પાટણ તા. ૬તાજેતરમાં યોજાયેલી રાજયની ઓપન કરાટે ચેમ્પીયનશિપમાં સિલ્વર...